સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા છોટાઉદેપુરના સુરખેડા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અંદર જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. અને વધુમાં વધુ લોકો વૃક્ષો રોપે અને પ્રકૃતિને હરિયાળી બનાવે તે ખાસ ઉદ્દેશ હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
