Gujarat

છોટાઉદેપુર ખાન ખનીજ વિભાગની ટીમે કોલીયારી ગામેથી સાદી રેતી ખનીજનું બીનઅધિકૃત વહન કરતાં બે ટ્રેક્ટરને ઝડપી પાડ્યા

છોટાઉદેપુર જીલ્લા ખાન ખનીજ વિભાગના અધિકારીની સૂચના મુજબ ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા બાટમીના આધારે છોટાઉદેપુર જિલ્લાના કોલીયારી ગામેથી સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત વહન કરતાં બે ટ્રેક્ટરને ઝડપી પાડ્યા હતા. ખાન ખનીજ વિભાગે આશરે 10 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.