Gujarat

આમ આદમી પાર્ટીના મંત્રી આતીશીએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો

‘ભાજપે અમારા ધારાસભ્યોને કહ્યું છે કે કેજરીવાલની ધરપકડ બાદ આપ ધારાસભ્યોમાં ભાગલા પડી જશે.’

આમ આદમી પાર્ટીના મંત્રી આતીશીએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ભાજપે ‘ઓપરેશન લોટસ ૨.૦’ શરૂ કર્યું છે, અને દિલ્હીમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી આપ સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપે આપના સાત ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે. આ ઉપરાંત આતીશીએ દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. આ સિવાય વધુમાં તેમણે જણાવ્યું હતું કે ‘ભાજપે અમારા ધારાસભ્યોને કહ્યું છે કે કેજરીવાલની ધરપકડ બાદ આપ ધારાસભ્યોમાં ભાગલા પડી જશે.

‘ ભાજપ અમારા ૨૧ ધારાસભ્યોના સંપર્કમાં છે, જેમનો ઉપયોગ કરીને તેમનો ઉદ્દેશ્ય દિલ્હી સરકારને પછાડવાનો છે. આતીશીએ આગળ જણાવ્યું હતું કે તે સાત ધારાસભ્યોને ૨૫ કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી છે. ઓપરેશન લોટસ એ એક વ્યૂહરચના છે જેનો ઉપયોગ ભાજપ દ્વારા એવા રાજ્યોમાં સત્તામાં આવવા માટે થાય છે જ્યાં તેઓ લોકતાંત્રિક રીતે ચૂંટાયા નથી. મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, અરુણાચલ પ્રદેશ અને મધ્યપ્રદેશ તેના ઉદાહરણ છે.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *