Gujarat

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી અને ચાણક્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે બોડેલી ખાતે આદીવાસી સાંસ્ક્રુતિક કાર્યક્ર્મ યોજાયો

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી અને ચાણક્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે બોડેલી ખાતે આદિવાસી લોકનૃત્ય ના રંગા રંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
હાલ ના આધુનિક યુગમાં દિન પ્રતિદિન આદિવાસી કલા સંસ્કૃતિ લુપ્ત થતી જઈ રહી છે ત્યારે લોકજાગૃતિ તેમજ વીસરાતી જતી લોક સાંસ્કૃતિનું સંરક્ષણ થાય તેવાં ઉમદા હેતુથી આદિવાસી બહુલ ધરાવતાં છોટા ઉદેપુર જિલ્લામાં આદિજાતી લોક સાંસ્કૃતિ અને પ્રકૃતિના પુજકો પોતાની પ્રાચીન કલા સાંસ્કૃતિને આજે પણ જાળવી રાખી છે.
જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારોમાં પશ્ચિમી સંસ્કૃતિ ના આક્રમણ સામે આજે પણ સદીઓ જૂની આદિવાસી સાંસ્કૃતિ જણાવાઈ રહેલી જૉવા મળી રહી છે, અને પશ્ચિમી સાંસ્કૃતિ સામે આદિવાસી સાંસ્કૃતિનું જતનએ આદિવાસીઓની ઓળખ છે તે વિસરાઈ નહિ જાઈ એના માટે સરકાર પણ અથાગ પ્રયત્નો કરી રહી છે, ત્યારે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી ચાણક્ય ફાઉન્ડેશન દ્વારા બોડેલી સેવા સદન ની બાજુ માં આદિવાસી લોકનૃત્ય અને સાંસ્કૃતિ કાર્યક્રમ દ્વારા લોકો માહિતગાર બને અને સાથે મનોરંજન માણી શકે એ હેતુ થી ભવ્ય કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો.
યોજાયેલ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ ગણીવર્ય ડૉ. રાજેન્દ્ર મુનિ મહારાજ સાહેબ, બોડેલી મામલતદાર એમ.એ.શેખ ની ઉપસ્થિતિ માં યોજયો હતો જેમા રાયસીંગપુરા ગામની ટીમલી નૃત્યની ટીમ રાઠવા આદિવાસી નૃત્ય પ્રસ્તુત કરતાં દર્શકો મંત્રમુગ્ધ થયાં હતાં તો પ્રખ્યાત લોક ગાયિકા ઉર્વી રાઠવા પોતાની લાક્ષણિક અદામાં ટીમલી ગીતો રજૂ કરતાં દર્શકો ચિચિયારીઓ સાથે ઝૂમી ઉઠયા હતાં.
ગુજરાત રાજ્ય નાટ્ય અકાદમી અને ચાણકય ફાઉન્ડેશન ના સંયુકત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં સંસ્થા ના પ્રમુખ રિંકુબેન રાઠવા, ઉપપ્રમુખ ચિરાગભાઇ બારિયા, બોડેલી ખાતે યોજાયેલા સાંસ્ક્રુતિક કાર્યક્ર્મમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થીત રહી ટીમલીના તાલે નાચી સાંસ્ક્રુતિક કાર્યક્ર્મ ને સફળ બનાવવા માં દર્શકોએ પણ ખુબ સાથ સહકાર આપ્યો હતો.