Gujarat

નડિયાદ ખાતે અલોલકશાહ ર.અ તથા કમાલશાહ (માલીબાવા)  ર.અ ના ઉર્ષની ઉજવણી કરાઈ

નડિયાદ ખાતે આવેલ ખૂબ પ્રાચીન તથા ચમત્કારીક અલોલકશાહ ર.અ તથા કમાલશાહ માલીબાવા ર.અ દરગાહ નું સંદલ તથા ઉર્સ મુબારક યોજાયું.જેમા શહેર તેમજ આજુબાજુના વિસ્તારના તમામ વ્યક્તિઓએ હાજરી આપી હતી. કમાલશાહ માલીબાવા ર.અ દરગાહ નું ઝુલુસ સાથે સંદલ તથા ગલીફ, ચાદર, નિયાઝ ગુલિસતા સોસાયટી ફરીદ બાપુ નાં ત્યાંથી ચઢાવવામાં આવ્યું. તેમજ નિયાઝ માં પણ દર વર્ષ ની જેમ બાજરા ના રોટલા તથા ભાજી નું પ્રસાદ આપવામાં આવ્યું હતું.