Gujarat

GMDC દ્વારા CSR ફંડમાંથી મીઠીબોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી

ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા સી.એસ.આર.ફંડમાંથી મીઠીબોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આ એમ્બ્યુલન્સ કડીપાણી ફ્લોરસ્પાર પ્રોજેક્ટના પ્રતિનિધિઓ દ્વારા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર અને જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેનને સોંપવામાં આવી હતી. ત્યાર બાદ એમ્બ્યુલન્સને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કલેક્ટર કચેરી ખાતેથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સી.બી.ચોબીસાએ જણાવ્યું હતું કે, ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા મીઠીબોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સી.એસ.આર. ફંડમાંથી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે.

આ એમ્બ્યુલન્સ થકી અંતરિયાળ વિસ્તારના લોકોને વધુ સારી આરોગ્ય સેવા મળી રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી.