Gujarat

ધારાસભ્ય મહેશભાઈ કસવાલાનાં પ્રમુખ સ્થાને સાવરકુંડલા ગુરુકુળમાં પરીક્ષા પે ચર્ચા  કાર્યક્રમ યોજાયો

સાવરકુંડલા ગુરૂકુળમાં અમરેલી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આયોજિત તાલુકા કક્ષાનો ધોરણ ૬ થી ધોરણ ૧૨ સુધીનાં તમામ વિદ્યાર્થીઓ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા કરવામાં આવેલા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ ગુરૂકુળ શાળાનાં ઘેલાણી સભાગૃહમાં પ્રોજેક્ટર દ્વારા બતાવવામાં આવેલ જેમાં ૧૫૦૦થી વધુ વિધાર્થીઓએ લાભ લીધેલ. સમગ્ર કાર્યક્રમમાં સાવરકુંડલા, લીલીયા તાલુકાના તજજ્ઞ ઉત્સાહી કાર્યશીલ ધારાસભ્ય  મહેશભાઈ કસવાલા હાજર રહી વિધાર્થીઓને મોદી સાહેબનાં કાર્યને બિરદાવી અને માર્ગદર્શન આપેલ. કાર્યક્રમમાં પ્રવીણભાઈ સાવજ, રાજુભાઈ નાગ્રેચા, સંદીપભાઇ ભટ્ટ, અનીરુદ્ધસિંહ હાજર રહ્યા હતાં. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા  જયેશભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાનાં તમામ આચાર્યશ્રીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. સંસ્થાના વડા પૂજ્ય ભગવત સ્વામીજી તેમજ કોઠારી સ્વામી અક્ષર મૂક્ત સ્વામી,  ઘનશ્યામભાઇ કણકોટિયા હાજર રહી વિધાર્થીઓને શુભ કામનાઓ પાઠવી હતી.

IMG-20240129-WA0058.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *