Gujarat

International year of camelid વિષય પર કચ્છની સરહદ ડેરી અંજારને મોડેલ તરીકે ઓળખ પ્રાપ્ત થઈ

કોચી ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન-2024માં International year of camelid વિષય પર કચ્છની સરહદ ડેરી અંજારને મોડેલ તરીકે ઓળખ પ્રાપ્ત થઈ છે. ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન (IDF) દ્વારા કેરલ રાજ્યના કોચી ખાતે વિશ્વમાં પ્રથમ વખત રિજિયોનલ ડેરી કોન્ફરન્સ-2024નું તારીખ 26, 27 અને 28 જૂન 2024 સુધી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત તેમજ વિશ્વના ડેરી તજજ્ઞનોએ ભાગ લીધો.

આ કોંફેરેન્સની થીમ “ખેડૂત ને કેન્દ્રમાં રાખીને નવીનતાઓ” વિષય પર પર યોજવામાં આવી હતી. આ ઉપરાંત ચાલુ વર્ષને યુ.એન. દ્વારા ઇન્ટરનેશનલ યર ઓફ કેમલીડ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

તેના ભાગરૂપે આ કોન્ફેરન્સમાં વિશ્વમાં ઊંટ અને ઊંટડીના વિષય પર વિવિધ સ્પીકર તથા પેનાલિસ્ટ દ્વારા ચર્ચા માટે એક મહત્ત્વનો સેશન યોજવામાં આવ્યો હતો. જેમાં સરહદ ડેરી અંજાર દ્વારા એશિયા પેસિફિક પ્રદેશમાં ઊંટડીના દૂધમાં એક રોલ મોડેલ તરીકે કામગીરી થઈ છે તેની વૈશ્વિક સ્તરે નોંધ લેવામાં આવી હતી.

આ કોન્ફરન્સમાં ઊંટડીના વિષય પર પરિસંવાદમાં પેનાલિસ્ટ તરીકે સરહદ ડેરીનું પ્રતિનિધિત્વ કરતાં ડેરીના આસી. જનરલ મેનેજર નિરવ ગુસાઈએ કચ્છ જિલ્લામાં ઊંટડીના દૂધ અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે થયેલા કાર્યને રાષ્ટ્રીય સ્તરે પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કર્યું હતું.

જ્યારે અમૂલ તરફથી પેનાલિસ્ટ તરીકે અમુલ દ્વારા થયેલી કામગીરી માટે સીની. માર્કેટિંગ મેનેજર મોઈત્રી દત્તાએ પોતાના પ્રેઝન્ટેશન મારફતે વિચારો રજૂ કર્યા હતા. આ સાથે ઊંટડીના ક્ષેત્રમાં રહેલી ભવિષ્યની તકો વિષે ચર્ચા કરવામાં આવી. તેઓએ દુનિયાની સામે ઊંટડીના દૂધના ફાયદાઓની ચર્ચા કરતા જણાવ્યું હતું કે, ઊંટડીના દૂધમાંથી મળતા વિવિધ ઔષધીય ગુણધર્મોથી લોકોને અવગત કર્યા હતા. આ સાથે ઊંટડીના દૂધને લઈને સરહદ ડેરીની IDFમાં આગવી નોધ લેવા માં આવી હતી.