છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા આરોગ્ય વિભાગના સહયોગથી છોટાઉદેપુરના ખૂટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક હેલ્થ તપાસની કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ થકી પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ, અને ફેમિલીનું વાર્ષિક હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ સાથે આ જ રીતે નું આયોજન જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સી એસ સી પી એસ સી સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં હાઈટ વેટથી લઈને બ્લડ માં સુગર કેટલું છે બીપી કેટલું છે બીજી કોઈ બીમારીઓ છે કે તેની તપાસની કરવામાં આવી હતી. આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં છોટાઉદેપુર નાયબ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્રસિંહ રાઠોડ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

