Gujarat

ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટની વધુ એક સિદ્ધિ સાવરકુંડલાની જેમ જ રાજુલા શહેરમાં પણ ફ્રી માં ટ્યૂશન કલાસ શરૂ કરાવવામાં આવ્યા

સાવરકુંડલામાં આવેલું ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટ જે બાળકોને ફ્રી માં ટ્યૂશન અને શાળાની સામગ્રી સાથે જીવન જરૂરિયાતની સામગ્રીઓ પુરી પાડે છે. સાવરકુંડલાના ઝૂંપડપટ્ટીના  વિસ્તારોમાં જઈને ધારાબેન ગોહિલ, જાનવીબેન શિયાળ, રવિભાઈ જોષી  અને તેમની ટીમ દ્વારા બાળકોને ફ્રી  ટ્યૂશન કરવવામાં આવે છે. આમ સાવરકુંડલાની જેમ જ રાજુલા શહેરમાં પણ પારુલબેન હિરાણી અને જાગૃતિબેન વાઘેલા દ્વારા રાજુલા શહેરમાં ભેરાઈ રોડ પર આવેલા ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને ફ્રીમાં ટ્યૂશન કરાવવામાં આવે છે. પારુલબેન અને જાગૃતિબેન બંને  ફ્રીના સમયનો સદુપયોગ કરીને  બાળકોને શિક્ષણ આપે છે.ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટનું એક જ મંત્ર છે  “લેટ’સ હેલ્પ ઈચ અધર” એક બીજાને મદદ કરીએ. આપણે પણ આપણા વધારાના સમયનો સદુપયોગ કરીએ અને આમ આપણાથી બની શકે તેટલા  લોકોને મદદરૂપ  થઈએ.