Gujarat

ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના આજીવન ટ્રસ્ટી તરીકે શ્રીમતી કંચનબેન હરિયાની નિમણૂક

શ્રીમતી કંચનબેન હરિયા એક સીરીયલ એન્ટરપ્રેન્યોર છે. તેઓ ઉદ્યોગ-વ્યાપાર અન્વયે વિશ્વભરના દેશોમાં પ્રવાસ કરી ચૂકયા છે, તેઓ વિશ્વને એક ગ્લોબલ વિલેજ માને છે. તેઓ સાહસિક ઉદ્યોગકાર રહ્યા છે.

શાળાકાળ દરમ્યાન ૩૦૦ વિદ્યાર્થીનિઓમાં તેઓ  હંમેશાં  પ્રથમ, ભાગ્યેજ  દ્વિતીય ક્રમે ઉતીર્ણ થતાં.

તેમણે રસાયણશાસ્ત્રમાં બી.એસસીની ડીગ્રી ડિસ્ટીંક્શન સાથે પ્રાપ્ત કરી છે. એ સમયે ભારતમાં અને ખાસ કરીને જામનગર જેવા નાનકડા શહેરમાં છોકરીઓ માટે અભ્યાસ કરવો સામાન્ય બાબત ન હતી.

તેઓ  નાનપણથી જ અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં સક્રિય છે. તેણીએ સમગ્ર જામનગરમાંથી સંસ્કૃત પરિચય પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આ પરીક્ષા નિયમિત અભ્યાસક્રમ કરતાં વધુ છે. આ ઉપરાંત એનસીસી ની તાલીમ મેળવી સફળ સર્ટિફાઈડ  નસીસી કેડેટ પણ છે.

તેમનો સૌથી મનગમતો વિષય ગણિત છે. ગણિતમાં તેમની પ્રવીણતાના કારણે અભ્યાસકાળ દરમ્યાન શિક્ષકોને પણ અચંબામાં મૂકી દેતા.
તેમના અક્ષર એટલા સરસ થતાં કે તેમણે પાટીમાં લખેલ શબ્દો-વાક્યો અન્ય વિદ્યાર્થીઓને બતાવવામાં આવતા.
તેમની નોટસ જેમને રેફેરેંસ માટે મળતી, તેઓ પોતાની જાત ને અત્યંત લકી માનતા.

લગ્ન જીવનમાં બાળકોનો શાળાકીય અભ્યાસ પૂર્ણ થયો ત્યારે તેઓ પરિવારના વ્યવસાયમાં સક્રિયપણે જોડાયા
અને ઘરમાં તેમજ વ્યવસાયમાં તેમના પતિના સાચા જીવન સાથીદાર છે.
તેઓ એક બાહોશ રોકાણકાર અને બહુમુખી પ્રતિભાશાળી મહિલા છે.

નિકાસ ક્ષેત્રે વ્યવસાયમાં તેમણે વિદેશી ખરીદદારોને ભારતના પ્રથમ રિટેઈલ સ્ટોરની સ્થાપના માટે પસંદગીમાં સલાહ-માર્ગદર્શન આપ્યા હતાં. જેમ કે ભારતના પ્રથમ બેનેટન રિટેલ સ્ટોર માટે સ્થળની પસંદગી.

આ ઉપરાંત તેઓ યુગાન્ડાના પ્રેસિડેન્ટ ડૉ. મિલ્ટન ઓબોટે અને તેમના પત્ની ફર્સ્ટ લેડી મિરીયા ઓબોટે સાથે ગાઢ અને અંગત મિત્રતા ધરાવતા હતા. તેમની સાથે તેમણે ગોવા, આગ્રા, દિલ્હી, કાશ્મીર, બેંગ્લોર સહિતના સ્થળોનો પ્રેસિડેન્સિયલ કોન્વોય સાથે પ્રવાસ પણ કર્યો છે. તેઓ વિવિધ શૈક્ષણિક અને અન્ય ક્ષેત્રની સમિતિઓમાં કાર્યરત છે.

તેઓ  ગતિશીલ, આગળની વિચારસરણી, તેમના સમય કરતાં આગળ, ચતુર રોકાણકાર છે અને અદ્ભુત બહુપ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવે  છે. તેમની પાસે દીર્ઘ દ્રષ્ટિ અને અગમચેતી છે અને તેઓ મલ્ટીટાસ્કીંગ અને કાર્ય પૂર્ણ  કરવામાં નિપુણ છે.

શ્રીમતી કંચનબેન હરિયાની આવી પ્રેરણાદાયી સિદ્ધિઓ બદલ જામનગરની આર્યસમાજ સંસ્થા દ્વારા શાળાના વિશિષ્ટ સન્માનથી સન્માનિત કરવામાં આવેલ.

આ બધું કરતી વખતે તેમણે  તેમના ૩ બાળકોનો  શ્રેષ્ઠ ઉછેર કર્યો  જે  છે અને તે તેમના જીવનસાથીની જીવનરેખા છે. તેઓ યુવાવર્ગ, યુવતીઓ તેમજ વૃદ્ધ મહિલાઓ માટે એક આદર્શ રોલ મોડેલ  છે. તેમની અસાધારણ શૈક્ષણિક પૃષ્ઠભૂમિ, નાણાંકીય કુશળતા, વ્યાપક અનુભવ તથા સફળતાની અનેક સિદ્ધિઓના કારણે ટ્રસ્ટમાં એક આદરણીય ટ્રસ્ટી તરીકે આજીવન પ્રસ્થાપિત થયા છે.