Gujarat

શ્રી કે.એન.ચોપરા પોલીસ સબ ઇન્સપેક્ટર ( બોરસદ ટાઉન પોલીસ ) ની પ્રશંસનીય કામગીરી

શ્રી કે.એન.ચોપરા પોલીસ સબ ઇન્સપેક્ટર ( બોરસદ ટાઉન પોલીસ ) ની પ્રશંસનીય કામગીરી

ગવર્મેન્ટ ઓફ ગુજરાત જ્યુડીશ્યલ ડીપાર્ટમેન્ટ વડોદરા કોર્ટ ના નામના ખોટા સરકારી આઈકાર્ડ બનાવી એરટેલ કંપની સીમ કાર્ડ મેળવી કંપની સાથે ઠગાઇ કરી તેમજ અંગત ઉપયોગ કરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી બોરસદ ટાઉન પોલીસ
મે.ઇ.પોલીસ અધિક્ષકશ્રી એસ.બી.કુંપાવત સાહેબ આણંદ જીલ્લા નાઓની સુચના આધારે તથા મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.કે.દિયોરા, પેટલાદ વિભાગ તથા પો.ઇન્સ. શ્રી વી.એસ.સિંધવ પોલીસ ઇન્સપેક્ટર નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ અસરકારક કામગીરી કરવા સુચના આપેલ જે આધારે કે.એન.ચોપરા પોલીસ સબ ઇન્સપેક્ટર નાઓને અંગત બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે, એક ઇસમ જેણે શરીરે બ્લુ ટી શર્ટ અને બ્લુ જીન્સ પેન્ટ પહેરેલ છે તેની પાસે બજાજ પ્લેટીના મોટર સાયકલ નં. જીજે ૨૩ ડીકે ૩૧૫૬ નુ છે જે ઈસમ તેની પાસેની કાળા કલરની બેગમાં બનાવટી સરકારી આઈ કાર્ડ લઈને ફરે છે જેનો ઉપયોગ પોતે સરકારી કામકાજ માં કરી રહેલ છે જે બાતમી આધારે કે.એન.ચોપરા, પોલીસ સબ ઇન્સપેક્ટર તથા સાથેના પો.માણસો એ.એસ.આઇ ઇશ્વરભાઇ ચતુરભાઇ, બ.ન.૯૩૮ તથા અ.પો.કો જયેશભાઇ રમેશભાઇ, બ.ન.૧૧૨૭ તથા અ.લો.ર અશ્વીનભાઇ પ્રમજીભાઇ, બ.ન.૦૫૪૮ નાઓને સમજ કરી વોચ તપાસમા રહી બાતમી વર્ણન વાળો ઇસમ આવતા તેને કોર્ડન કરી રોકી લઈ સદરી ઈસમનુ પંચો રૂબરૂ નામઠામ પુછતા તેણે પોતાનુ નામ ધ્રુવકુમાર ઉર્ફે ગોટુ પ્રભુદયાલ ગોલારામ આધ્યગોર ઉ.વ.૨૫ રહે.બોરસદ, ક્રુષ્નનગર સોસાયટી ૦૧, રો હાઉસ, મકાન નં ૦૭ તા.બોરસદ જી.આણંદ નો હોવાનુ જણાવેલ તથા સદરી ઈસમ પાસેની કાળા કલરની બેગમાં જોતાં તેમાંથી એક પ્લાસ્ટીકના કવરમાં બનાવટી સરકારી આઈકાર્ડ તથા એરટેલ કંપનીના સીમકાર્ડો અને એક ડાયરી મળી આવેલ જે પૈકી પ્લાસ્ટીકના કવરમાં રહેલ આઈકાર્ડ જોતા તે આઇકાર્ડ ઉપર જોતાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત જ્યુડીશ્યલ ડીપાર્ટમેન્ટ વડોદરા ડીસ્ટ્રીક્ટ પ્રીન્સીપાલ ડીસ્ટ્રીક્ટ જજ વડોદરાના હોદ્દાનુ સેસન્સ કોર્ટ વડોદરાના રાઉન્ડ સીલ વાળા અલગ અલગ ઈસમોના નામના હોદ્દા સહીતના ૦૫ આઈકાર્ડ મળેલ છે. જે આઈકાર્ડ નંગ ૦૫ સદર ઇસમ પાસે રાખવા બાબતે જે તે કોર્ટ તરફથી કોઈ આધારભુત દસ્તાવેજી પુરાવા ન હોય તથા એરટેલ કપંનીના 5G PLUS સીમકાર્ડ બારકોડ સ્ટીકર વાળા નંગ ૧૬ બ્લેન્ક સીમકાર્ડ મળી આવેલ તથા એક એરટેલ કપંનીનુ એમ્પ્લોય કાર્ડ (આઈકાર્ડ) તથા સદર ઈસમની અંગ ઝડતી માથી VIVO કંપનીનો મોડલ નં.VIVO Y28 તથા એક સફેદ જેવા કલરનો iphone કંપનીનો મોડલ નં. Iphone 7 PLUS તથા મોટર સાયકલ રજી.નં.જીજે ૨૩ ડીકે ૩૧૫૬ મળી કુલે રૂ.૪૩,૦૦૦/- મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
આરોપી: ધ્રુવકુમાર ઉર્ફે ગોટુ પ્રભુદયાલ ગોલારામ આધ્યગોર ઉ.વ.૨૫ રહે.બોરસદ, ક્રુષ્નનગર સોસાયટી ૦૧, રો હાઉસ, મકાન નં ૦૭ તા.બોરસદ જી.આણંદ

કબ્જે કરેલ મુદ્દામાલ:
(૧) બનાવટી આઇકાર્ડ નંગ ૦૫ (૨) એરટેલ કપંનીના 5G PLUS સીમકાર્ડ બારકોડ સ્ટીકર વાળા નંગ ૧૬ બ્લેન્ક સીમકાર્ડ (૩) એરટેલ કંપનીનુ એમ્પ્લોય કાર્ડ નંગ-૦૧ (૪) એક એકસકલ્યુઝીવ ડાયરી (૫) મોબાઇલ ફોન નંગ-૦૨ કિમત રૂ.૧૮,૦૦૦/- (૬) બજાજ કપનીનું પ્લેટીના 100 ES મોડલ રજી.નં.જીજે ૨૩ ડીકે ૩૧૫૬ મો.સા. કિમત રૂ.૨૫,૦૦૦/- મળી કુલે રૂ, ૪૩,૦૦૦/-

કામગીરી કરનાર
(૧) પો.ઇન્સ. શ્રી વી.એસ.સિંધવ
(૨) પો.સબ.ઇન્સ. કે.એન.ચોપરા
(૩) એ.એસ.આઇ ઇશ્વરભાઇ ચતુરભાઇ, બ.ન.૯૩૮
(૪) અ.પો.કો જયેશભાઇ રમેશભાઇ, બ.ન.૧૧૨૭
(૫) અ.લો.ર અશ્વીનભાઇ પ્રમજીભાઇ, બ.ન.૦૫૪૮ બોરસદ ટાઉન પોલીસ સ્ટેશન,

IMG-20240904-WA0075-2.jpg IMG-20240904-WA0074-0.jpg IMG-20240904-WA0076-1.jpg