Gujarat

નાનકડા ગામમાં શિક્ષિત પરીવાર પોતાના બે સંતાન દિકરો અને દિકરીને ભણતર સાથે ગણતર અને મૂલ્ય લક્ષી

નાનકડા ગામમાં શિક્ષિત પરીવાર પોતાના બે સંતાન દિકરો અને દિકરીને ભણતર સાથે ગણતર અને મૂલ્ય લક્ષી કેળવણી ટેકનોલોજીની હરણફાળ વચ્ચે આપી રહ્યા છે.કંઈ સપનાઓ અને અરમાન સાથે સમય ક્યાં ક્યારેય કોઈની રાહ જૂએ છે ? સંતાનો ઉંમર લાયક થતાં દિકરાના જીવન સાથીની શોધખોળ કરવાનું વિચારી રહ્યા છે ત્યાં પારિવારીક (કૌટુબિંક) પ્રસંગમાં નવલા સગાઓએ હાજરી આપી શોભામાં અભિવૃદ્ધિ કરી.આંગણે પધારેલ અતિથીના સન્માન સાથે એેક અન્ય પરોણાના મુખે શિક્ષિત પરીવારના ઘેર આવી દિકરાના સગાઈ વિશે વાત પૂછતા પરીવારે હરખમાં કહ્યું કે બસ હવે નાતરું ગોતવાનું વિચારીએ જ છીએ. કોઈ યોગ્ય ઠેકાણું મળે એટલે વાત આગળ ચાલે.ફોરવર્ડ એરીયામાંથી પધારેલ સામાન્ય પરીવારે પ્રસ્તાવ ધર્યો કે અમે પણ અમારી દિકરી માટે આ જ અપેક્ષા રાખેલ છે.આપ જ્યારે ફલાણા ભાઈને ત્યાં જાનમાં આવો ત્યારે અમારી દિકરીને નજરવગી કરશો.એક બીજાના અંજળ પાણી હોય તો વાત વધારીશું.એટલે વેવારીક વાત કરતા દિકરાના બાપે પોતાની સત્યતા રજૂ કરેલ કે ભાઈ અમારે તો ગામડું અને ગ્રામ્ય જીવન એ જ અમારી સંસ્કૃતિ, હરવા ફરવાનું હોય નહી.સાદુ જીવન અને સુખી જીવન વિતાવીએ છીએ.સમય જતા વાત મુજબ ફલાણા ભાઈને ત્યાં જાનમાં જવાનું થયું.ચિ.દિકરીને ચિ.દિકરો ધ્યાને લાગ્યો એટલે ફરી દિકરાના માવતરે ચિ.દિકરીને ગ્રામ્ય સંસ્કૃતિ ને જોવા જાણવા સમજવા તેડાવેલ.હરખથી પાંચ દિવસ ત્રણ વખત રોકાયા બાદ વાત કરી કે અમારે અહી આ પ્રકારના રીત રિવાજ રહેણી કરણી પરંપરા હોય છે જો અનુકૂળ અને યોગ્ય લાગે અને સૌ કોઈ તમારા પરીવાર નો રાજીપો હોય તો સો વખત વિચાર કરી સમાચાર આપશો.એ જ વાતે હા હોકારો મળતા ગોળધાણા ખવાયા અને સાંજીના પણ વાગ્યા.સમય જતાં પાંચેક વર્ષે લક્ષ્મીના અવતરણ સાથે આનંદ કિલ્લોલ થી સમય પસાર થયો.વિધીની વક્રતા એ કંઈક જુદુ લખાયેલ હશે. ટેકનોલોજીની ગતિ અને સ્વતંત્રતાની વિચાર સરણી એ વાતાવરણમાં બદલાવ લાવવા ઓથ આપી.ચિ. પૂત્ર વધુને તેમના પરીવારનો મોહ ઓછર્યો નહી.અને સતત સાચી નહી પણ સારી શિખામણ વરસાવતા મારે તબીયત ઠીક નહી રહેતી હોય એટલે માવતર મળવા જવું છે.બસ ગયાને દોઢ વરસ પછી ભણતર સાથે ગણતર ની અધૂરી કે નૈતિક મૂલ્યોની કચાશે શરત મૂકાઈ કે આટલા જ લોકેશન મા રહેવું મને ગમશે.જો તમારા દિકરાને મા બાપની સેવા કરવાની જરૂરિયાત જણાય તો તે એકલો ત્યાં આવી શકે અને મને ભરણ પોષણ પુરૂ કરે.બાકી હું કયારેય ત્યાં આવવા તૈયાર નથી.ચિ.દિકરાને મૂલ્યોનું સિંચન થયેલ હોય પરંતું મન ભટકાવતા બ્રેઈન વોશ અને સતત ટોર્ચરે પરીવાર નો માળો વિખેરી આટલા લોકેશનની શરતને સ્વિકારી.છે ને સાંપ્રત સમયની બલિહારી.
-……નાગલા સુરેશ કુમાર ડી.

IMG-20240904-WA0077.jpg