Gujarat

પાનવડ પોલીસ સ્ટેશનના નાની ટોકરી ગામે ડુંગરગામ તરફ જતા કાચા રસ્તા ઉપરથી કિ.રૂ.૫,૧૧,૩૮૦/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

 આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના  કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ….
જે અન્વયે વી.એસ.ગાવીત પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સાથે પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ જે હકીકત આધારે નાની ટોકરી ગામે ડુંગરગામ તરફ જતા કાચા રસ્તા ઉપરથી ગ્રે કલરની મહિન્દ્રા કંપનીની ઝાયલો ફોર વ્હીલર ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૫,૧૧,૩૮૦/-નો મુદામાલ તથા દારૂની હેરાફેરી  કરવા ઉપયોગમાં લીધેલ મહિન્દ્રા કંપનીની ઝાયલો ફોર વ્હીલર ગાડી જેનો રજી નંબર.GJ-06-EQ-2929 ને પકડી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી પાનવડ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.