રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા
રાજુલા સિવિલ હોસ્પિટલમાં આશીર્વાદરૂપ સેવાઓ મળશે
રાજુલા સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર માટે સાધનો વસાવવા ગ્રાન્ટ મંજુર કરતી સરકાર
રાજુલામાં આવેલી જનરલ હોસ્પિટલમાં કાયમીના 350 જેટલા ઓપીડી કેસો તપાસવામાં આવે છે રાજુલા શહેર ઉપરાંત આજુબાજુના ૭૨ ગામો માટે અને જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માટે પણ આશીર્વાદરૂપ એવી રાજુલા જનરલ હોસ્પિટલમાં વિવિધ સુવિધાઓ વધારવાની તાતી જરૂરિયાત હતી જે બાબતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા ડોક્ટરો તેમજ સાધનો વસાવવા માટે રજૂઆત કરવામાં આવી
જેના અનુસંધાનેગુજરાત રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં ટ્રોમાં સેન્ટરમાં સારવાર મળી રહે તે માટે સાધનો વસાવવા રૂ.૧૧૬૧ લાખની રકમ મંજુર કરવામાં આવી છે જેમાં મારા મતક્ષેત્ર રાજુલા જનરલ હોસ્પિટલમાં ટ્રોમાં સેન્ટર માટે પણ રકમ મંજુર કરવામાં આવી છે ત્યારે આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. સમયમાં રાજુલા સિવિલ હોસ્પિટલમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ થશે


