Gujarat

શ્રી ધજડી પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળકોને  ફ્રી મુસાફરી માટે બસ પાસ વિતરણ કરાયા

  તા. ૧૨-૯-૨૪ને ગુરુવારે  શ્રી ધજડી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા શુભમ વિજયભાઈ મોલાડિયા (ધો. ૧) તથા ક્રિષ્ના જીગ્નેશભાઈ ગોંડલીયા (ધો. ૩) ને સમાજસુરક્ષા કચેરી દ્વારા આપવામાં આવતા બસ પાસ કે જે ગુજરાત સરકારની તમામ બસમાં વિનામૂલ્યે મુસાફરી કરવાની પરવાનગી આપે છે, તે પાસ તૈયાર કરાવી જિલ્લાકક્ષાએથી શાળામાં   સ્પેશ્યલ ટીચર વિમલભાઈ પંડ્યાએ વાલીને આચાર્યશ્રીના હસ્તે અર્પણ કર્યા. આ તકે આચાર્યશ્રી રવજીભાઈ બગડા તથા શાળા પરિવાર દ્વારા સ્પેશ્યલ ટીચર વિમલભાઈ પંડ્યાનો આભાર માન્યો હતો.
બિપીન પાંધી