Gujarat

માં નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા અતિ વ્યસ્તતા વચ્ચે પૂર્ણ કરતા છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટર ડૉ.અનિલ ધામેલિયા

પરિક્રમા દરમિયાન છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, નર્મદાના પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી અને નાંદોદ પ્રાંત અધિકારી ડૉ.કિશનદાન ગઢવી જોડાયા
 નર્મદા જિલ્લામાં પુણ્ય સલિલા માં નર્મદાની યોજાઈ રહેલી ઉત્તરાવાહિની પંચકોશી પરિક્રમા હવે મધ્યાંતરે પહોંચી છે. પરિક્રમાના પ્રારંભથી જ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાર્થીઓ માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ સહિત સલામતી અને આરોગ્ય વિષયક સેવાઓ ૨૪x૭ કલાક પુરી પાડવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓ અનુકૂળતાના સમયે પરિક્રમા કરે છે. દિવસે વધુ ગરમી હોવાને કારણે હજારો પરિક્રમાવાસીઓ આસ્થા-શ્રદ્ધા સાથે રાત્રી દરમિયાન પરિક્રમા કરે છે.
પંચકોશી પરિક્રમા અર્થે છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર  ડૉ.અનિલ ધામેલિયા આવ્યા હતા. તેઓએ એક સામાન્ય પરિક્રમાર્થીની માફક રામપુરા ખાતેથી પરિક્રમા શરૂ કરી પરત રામપરા ખાતે ૧૪ કિમીની આ પરિક્રમા ૨.૪૫ કલાકના સમયમાં પૂર્ણ કરી ધન્યતા અનુભવી હતી. નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમા રૂટ ઉપર ઊભી કરવામાં આવેલી સુવિધાઓનું નિરિક્ષણ કરી તેઓએ ભારોભાર પ્રસંશા કરી હતી. વ્યસ્તતા વચ્ચે પણ પરિક્રમા પૂર્ણ કરી હતી.
આ પરિક્રમા દરમિયાન કલેક્ટરની સાથે છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, નર્મદા જિલ્લા પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી, નાયબ કલેક્ટર પ્રોટોકોલ એન.એફ.વસાવા, નાંદોદના પ્રાંત અધિકારી ડૉ.કિશનદાન ગઢવી જોડાયા હતા.