Gujarat

છોટાઉદેપુર તાલુકામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો, જલોદા ગામના દૂધ મંડળીના કોંગ્રેસના પ્રમુખ સહિત મંત્રીઓ ભાજપમાં જોડાયા હતા

છોટાઉદેપુર તાલુકામાં કોંગ્રેસને ફરી મોટો ફટકો પડ્યો છે. છોટાઉદેપુર તાલુકાના જલોદા દૂધ મંડળીના પ્રમુખ રાધિયા ભાઈ રાઠવા, જલોદા ગામના ડેરીના મંત્રી નગીનભાઈ રાઠવા  ગુંગાવાળા ગામના દૂધ મંડળીના મંત્રી શૈલેષભાઈ રાઠવા તેઓના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. બરોડા ડેરીના ડિરેક્ટર અને ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં ડેરીના પ્રમુખ અને મંત્રીઓ સહિત તેઓના સમર્થકો ભાજપનો ખેસ પહેરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. જેમાં છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, છોટાઉદેપુર તાલુકા ભાજપ મહામંત્રી રસિકભાઈ રાઠવા, ભાજપના અગ્રની વિક્રમભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા