પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહી બિશનની પ્રવુતી નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક » અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના અમલદારશ્રીઓને પ્રોહીની પ્રવુતી તેમજ હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવુતી સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. જે અનુસંધાને કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એ.સી.પરમાર નાઓ પોલીસ સ્ટાફ સાથે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન જામલા ગામે પહોંચતા પોલીસ ઈન્સ્પેકટર એ.સી.પરમાર નાઓને અંગત બાતમીદાર દ્વારા બાતમી હકીકત મળેલ કે એક સ્પલેન્ડર મોટર સાયકલનો ચાલક પોતાની મોટર સાયકલ ઉપર વિદેશી દારૂ ભરેલ કંથાનનો કોથળો બાંધી વનાર નદી માંથી જામલા ગામ તરફ જનાર છે
મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે વનાર ગામની નદીમાં પ્રોહીવોચમાં ગોઠવાયેલ અને થોડી વારમાં એક મોટર સાયકલ આવતા સાયકલના ચાલકને કોર્ડન કરી મોટર સાયકલ સાથે પકડી પાડવામાં આવેલ અને તેની પાસેની મોટર સાયકલ જોતા કે હીરો કંપનીની સ્પ્લેન્ડર મોટર સાયકલ જેનો રજી નંબર.GJ-06-HJ-6812 નો હોય જે મોટર સાયકલ પર કંતાનના થેલામાં કે ભરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ થેલામાંથી બહાર કાઢી જોતા તેમાં ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેસ વ્હીસ્કી ૭૫૦ મી.લીના બોટલ નંગ-૨૪ જે એક બોટલની કિં.રૂ.૪૪૫/- લેખે કુલ બોટલ નંગ-૨૪ કિં.રૂ.૧૦,૬૮૦/- તથા ગોવા સ્પ્રીરીટ ઓફ – સ્મુથનેસ વ્હીસ્કી ૧૮૦ મી.લીના કવાટરીયા નંગ-૧૯૨ જે એક કવાટરીયાની કિં.રૂ.૧૧૦/-લેખે કુલ કવાટરીયા નંગ-૧૯૨ ની કુલ કિં.રૂ.૨૧,૧૨૦/- મળી કુલ નાની મોટી બોટલ નંગ-૨૧૬ કુલ કિં.રૂ.૩૧,૮૦૦/-નો પ્રોહી મુદામાલ તથા હીરો કંપનીની સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર.GJ-06-HJ-6812 ની કિં.રૂ.૨૫,૦૦૦/- તથા રેડમી કંપનીનો સિલ્વર કલરનો એન્ડ્રોઈડ મોબાઇલ ફોન નંગ.૦૧ કિં.રૂ.૫૦૦૦/-મળી કુલ કિ.રૂ. ૬૧,૮૦૦/- ના મુદામાલ સાથે આરોપી ગુલસીંગભાઇ થાવરીયા ભાઇ રાઠવા ને ઝડપી પાડી ગણના પાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

