Gujarat

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા મોટર સાયકલ સાથે કિ.રૂ. ૬૭,૩૮૦/- નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો

પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહી બિશનની પ્રવુતી નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના અમલદાર નાઓને પ્રોહીની પ્રવુતી તેમજ હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવુતી સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સ્પેકટર એ.સી.પરમાર નાઓ પોલીસ સ્ટાફ સાથે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન જામલા ગામે પહોચતા પોલીસ ઈન્સ્પેકટર એ.સી.પરમાર નાઓને અંગત બાતમીદાર દ્વારા બાતમી હકીકત મળેલ કે એક રપલેન્ડર મોટર સાયકલનો ચાલક પોતાની મોટર સાયકલ ઉપર વિદેશી દારૂ ભરેલ કંથાનનો કોથળો બાંધી વનાર નદી માંથી જામલા ગામ તરફ જનાર છે જે મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે વનાર ગામના જી.ઈ.બી
સબ સ્ટેશન પાસે પ્રોહીવોચમાં ગોઠવાયેલ અને થોડીવારમાં –
 એક મોટર સાયકલ આવતા મોટર સાયકલની લાઇટ રોડ ઉપર પડતા મોટર સાયકલના ચાલકને કોર્ડન કરી મોટર સાયકલ સાથે પકડી પાડવામાં આવેલ જે હિરો કંપનીની સ્પ્લેન્ડર મોટર સાયકલ જેનો રજી નંબર GJ-06-JK-2230 નો હોય જે મોટર સાયકલ પર કંતાનના થેલામાં ભરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ થેલામાંથી બહાર કાઢી જોતા તેમાં ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેસ વ્હીસ્કી ૭૫૦ મી.લીના બોટલ નંગ-૮૪ જે એક બોટલની કિ.રૂ.૪૪૫/-લેખે કુલ બોટલ નંગ-૮૪ ની કિં.રૂ.૩૭,૩૮૦/-નો પ્રોહી મુદામાલ તથા હિરો કંપનીની સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર.GJ-06-JK-2230 ની કિ.રૂ.૨૫,૦૦૦/- * તથા વીવો કંપનીનો બ્લુ કલરનો એન્ડ્રોઈડ મોબાઇલ ફોન નંગ-૦૧ કિં.રૂ.૫૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૬૭,૩૮૦/- ના મુદામાલ  સાથે આરોપી વિનુભાઇ મિસરાભાઇ રાઠવા ને ઝડપી પાડી ગણના પાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.