Gujarat

છોટાઉદેપુર બીજેપી ઉમેદવાર જશુ રાઠવા આદિવાસી મેળામાં મન મૂકીને નાચ્યા હતા છોટાઉદેપુરના દેવહાંટ ગામે ભંગૂરીયાના મેળામાં ધરાસભ્ય રાજેન્દ્ર રાઠવા સાથે જશુ રાઠવા પહોંચ્યા

આદિવાસીઓ માટે હોળી સૌથી મહત્વનો તહેવાર મનાય છે, હોળી પૂર્વે અને પછી જુદીજુદી જ્ગ્યાએ મેળા યોજી આદિવાસીઓ ઉજવે હોળીની ઉજવણી કરે છે, હોળી પૂર્વે જે ગામમાં હાટ બજાર ભરાય ત્યાં ભંગુરિયાનો મેળો ઉજવાય છે, જેમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ પોતાના પારંપરિક વેશભૂષામાં નાચ ગાન કરી ભારે ઉત્સાહથી મેળાને માણે છે. આજે છોટાઉદેપુર તાલુકાના દેવહાંટ ગામે ભંગુરિયાનો મેળો યોજાયો હતો જેમાં છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જશુ રાઠવાની સાથે ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા આદીવાસી નૃત્ય ટીમલીની મજા માણી હતી