Gujarat

યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી એટલેકે UNGA દ્વારા 21 માર્ચને વિશ્વ વન દિવસ તરીકે ઉજવવા  માટેની જાહેરાત

 વિશ્વમાં જંગલોનું મહત્વ અને તેના થકી માનવ અને જીવ સૃષ્ટિને થતા અગણિત ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાય તેવા ઉદ્દેશ્યથી યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી એટલેકે UNGA દ્વારા 21 માર્ચને વિશ્વ વન દિવસ તરીકે ઉજવવા  માટેની જાહેરાત કરી અને ત્યારથી એટલેકે 1972 થી પ્રતિ વર્ષ 21 માર્ચ ના રોજ સમગ્ર વિશ્વ મા અલગ અલગ થીમ સાથે વિશ્વ વન દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામા આવે છે,
માત્ર માનવ જાતજ નહિ પરંતુ સમગ્ર જીવ સૃષ્ટિનું અસ્તિત્વ વન અને પર્યાવરના અસ્તિત્વ વિના અસંભવ છે , ત્યારે સાંપ્રત સમયમાં વર્તમાન પેઢી અને ભાવિ પેઢી વન અને પર્યાવરણ નું જતન કરે સંવર્ધન કરે તે અનિવાર્ય છે,આજે વિશ્વ વન દિવસે જંગલોથી ઘેરાયેલ એવા રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લા વન વિભાગ દ્વારા વન અને પર્યાવરણ પ્રેમીઓને અને જિલ્લાવાસીઓને વનો ના જતન  અને સંવર્ધન માટે સંદેશ પાઠવી પોતાની વર્ષ ગાંઠ નિમિતે એક વૃક્ષ વાવવાની અપીલ કરી છે.