છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ ગાંધીનગર ખાતે વિધાનસભા સત્ર દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ 2023 દરમિયાન ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત તાલુકા વાર કેટલી અરજીઓ મળી. અને તે પૈકી કેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી. અને કેટલી અરજીઓ ના મંજૂર કરવામાં આવી. તે પ્રશ્ન વિધાનસભાના સત્ર દરમિયાન પૂછતા મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ 2023 દરમિયાન છોટાઉદેપુરમાં વર્ષ દરમિયાન 612 અરજીઓ મળી છે. તે પૈકી 612 મંજુર કરવામાં આવી છે.
જેતપુર પાવીમાં 449 અરજીઓ મળી છે.429 અરજીઓ મંજુર કરવામાં આવી છે 20 નામંજૂર કરવામાં આવી છે. કવાંટમાં 430 અરજીઓ મળી જેમાં 430 મજુર કરવામાં આવી છે. બોડેલીમાં 703 અરજીઓ મળી હતી. જેમાં 703 અરજીઓ મંજુર કરવામાં આવી હતી. સંખેડામાં 405 અરજીઓ મળી હતી જેમાં 404 મંજુર કરવામાં આવી અને 1 ના મંજુર કરવામાં આવી છે.નસવાડીમાં 457 અરજીઓ મળી છે.તમામ મંજુર કરવામાં આવી છે.આમ 3,056 કુલ અરજીઓ મળી એમાંથી 3,035 મંજુર કરવામાં આવી અને 21 નામંજૂર કરવામાં આવી એમ મંત્રીએ જવાબમાં જણાવ્યું છે.

