Gujarat

છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા નું છોટાઉદેપુર એપીએમસી ખાતે તમામ ડિરેક્ટરોની ઉપસ્થિતિમાં સાંસદ તરીકે ચૂંટાયા પછી પ્રથમ વખત સ્વાગત સન્માન કરવામાં આવ્યું

છોટાઉદેપુર એપીએમસીમાં સાંસદ તરીકે ચૂંટાયા પછી પ્રથમ વખત જશુભાઈ રાઠવાનું છોટાઉદેપુર એપીએમસીમાં તમામ ડિરેક્ટરોની ઉપસ્થિતિમાં સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત છોટાઉદેપુર એપીએમસીમાં ચેરમેન મુકેશભાઈ પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા,પૂર્વ રાજ્ય સભાના સાંસદ નારણ રાઠવા,છોટાઉદેપુર એપીએમસીમાં સેક્રેટરી શંકરભાઈ પંચાલ, છોટાઉદેપુર એપીએમસીના ડિરેક્ટરો રમેશભાઈ શાહ, સંગ્રામસિંહ રાઠવા, રાજુભાઈ અગ્રવાલ, રસિકભાઈ રાઠવા, દેશિંગ રાઠવા સહિત ડિરેક્ટરો ઉપસ્થિત રહી સ્વાગત સન્માન કર્યું હતું.