Gujarat

મોદી સરકારે રજૂ કરેલું બજેટ એ કરોડો ભારતીયોની આશા પૂર્ણ કરનારું : સીએમ ભૂપેન્દ્ર પટેલ

સોલાર રૂફટોપની નવી યોજનાથી ગુજરાત સહિતના રાજ્યોને ફાયદો થશે

ગાંધીનગર,
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નાણાપ્રધાને રજૂ કરેલા વચગાળાના બજેટને લઈને પ્રતિક્રિયા આપી છે, મુખ્યપ્રધાને આ બજેટને નવો વેગ અને ઊર્જા આપનારું ગણાવ્યું છે. સીએમે જણાવ્યું કે મોદી સરકારે રજૂ કરેલું બજેટ એ કરોડો ભારતીયોની આશા પૂર્ણ કરનારું છે. ખાસ કરીને નાણાપ્રધાને ગિફ્ટ સિટીમાં મળતા ટેક્સ બેનિફિટની મુદત લંબાવવાનો ર્નિણય કર્યો છે, જે આવકારદાયક છે.

વધુમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સોલાર રૂફટોપની નવી યોજનાથી ગુજરાત સહિતના રાજ્યોને ફાયદો થશે. ૨ કરોડ નવા ઘરનું નિર્માણ કરવાનો લક્ષ્ય આવકારદાયક છે. વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પથ પર અગ્રેસર કરતું બજેટ આપવા માટે ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન, નાણામંત્રી અને કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવ્યા હતા.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *