Gujarat

ખંભાળિયાના સેવાભાવી યુવાનો દ્વારા ઠંડી છાશનું વિતરણ કરાયું

ખંભાળિયા પંથકમાં હાલ કાળઝાળ ગરમીનો સામનો લોકો કરી રહ્યા છે. ત્યારે અહીંના માંડવી ટીંબા વિસ્તારમાં સ્થાનિક સેવાભાવી વેપારીઓ, યુવાનો દ્વારા ઠંડી છાશનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

હાલ આગઝરતી ગરમીમાં લોકોને ટાઢક મળી રહે તે માટે અત્રે માંડવી ટીંબા – હર્ષદ માતાજી મંદિર પાસે સેવાભાવી કાર્યકરો મનુભાઈ કાનાણી, દીવુભાઈ સોની, હિતેશ કંસારા, ભીખુભાઈ ગાંઠીયાવાળા, કાંતિભાઈ ચા વાળા, રાજુભાઈ ગાંઠીયાવાળા સહિત અન્ય કાર્યકરો દ્વારા દરરોજ સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી ઠંડી છાશ ઉપરાંત ઠંડાપીણા તેમજ શરબત પીવડાવીને લોકોને ઠંડક પહોંચાડવામાં આવે છે.