Gujarat

શ્રી અરવિંદભાઇ મણીઆર સ્ટડી સેન્ટર રેસકોર્સ” ખાતે ધો. ૮-૯-૧૦ તથા JEE/NEETના નિ:શુલ્ક વર્ગોનો શુભારંભ

વિકાસના શિલ્પી તથા સ્વપ્નદ્રષ્ટા ‘શ્રી અરવિંદભાઇ મણીઆરની ૯૨ મી જન્મજયંતીના અવસર પર તા. ૫-૧૦-૨૦૨૪ના રોજ શ્રી અરવિંદભાઇ મણીઆર સ્ટડી સેન્ટર રેસકોર્સ,લોકવિજ્ઞાન કેન્દ્રની બાજુમાં ધો.૮-૯-૧૦ (અંગ્રેજી /ગુજરાતી માધ્યમ ) તથા JEE/ NEET ના અભ્યાસ વર્ગોના શિક્ષણ કાર્યનો તદ્દન નિ:શુલ્ક ધોરણે શુભારંભ કરવામાં આવ્યો.આ પ્રસંગે શ્રી અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના,મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.વલ્લભભાઇ કથીરિયા, જ્યોતીન્દ્રભાઈ મહેતા, હંસીકાબેન મણીઆર, શિવુભાઈ દવે,રાજુભાઇ ધ્રુવ વ્યવસ્થાપન સમિતિ ના સભ્યો કલ્પકભાઈ મણીઆર, જયંતભાઈ ધોળકિયા, નિલેષભાઈ શાહ, અશોકભાઇ પંડ્યા, જાનવીબેન લાખાણી,સંજયભાઈ મોદી,લક્ષમણભાઈ મકવાણા, હસુભાઈ ગણાત્રા, પ્રભાતભાઈ ડાંગર, રમેશભાઈ પરમાર, રાજુલભાઈ દવે, ભુપેન્દ્રભાઈ શાહ, ભરતભાઈ અનડકટ, ગુણવંતભાઈ ભટ્ટ, હેમંતભાઈ ત્રિવેદી, ધર્મેશભાઈ મકવાણા, જયંતિભાઈ પટેલ,ઇંદ્રવદનભાઈ રાજ્યગુરુ તથા મોડેલ સ્કૂલના પ્રિન્સિપાલ ભાવનાબેનની ઉપસ્થિતિ માં દીપ પ્રાગટ્ય કરી શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું.

આ પ્રસંગે શ્રી અરવિંદભાઇ મણીઆર રિસર્ચ સેંટર ટ્રસ્ટના પ્રણેતા શ્રી હર્ષલભાઈ મણીઆર તથા તેની ટીમના સભ્યો રસિકભાઈ નકુમ, વિશ્વેશભાઈ ધોળકિયા, પ્રોજેકટ ઇન્ચાર્જ સંજયભાઈ ઓઝા અને લાઇબ્રેરિ હેડ નિતાબેન ઓઝા દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી. આ શિક્ષણ સેવાનો વધુમાં વધુ લાભ મેળવવા તથા વિદ્યાર્થીઓએ એડ્મિશન મેળવવા માટે ‘શ્રી અરવિંદભાઇ મણિઆર સ્ટડી સેન્ટરની શિક્ષણ પ્રવૃતિ સાથે સંકળાયેલ સેંટર હેડ ઉદયભાઈ ગોસ્વામીનો મો.૯૧૦૬૫૨૯૦૧૫ પર સવારના ૮ થી સાંજના ૮ તથા રવિવારના દિવસે સવારના ૯ થી સાંજના ૭ સુધીમા સંપર્ક કરવા અથવા રૂબરૂ મળવા યાદી દ્વારા જણાવાયું છે.