ગઈકાલના રોજ વડોદરાથી છોટાઉદેપુર તરફ આવેલી બસમાં નીરૂબેન તડવીનું ૪,૦૦૦ રૂપિયા ભરેલું પાકીટ અને ૨૦.૦૦૦ રૂપિયાનો મોબાઈલ અને ડોક્યુમેન્ટ ભરેલી થેલી બસમાં ભૂલીને ઉતરી ગયા હતા. ત્યારે છોટાઉદેપુર એસટી ડેપોના કંડકટર શેખ સોહીલ ભાઈને મળતા તેમણે છોટાઉદેપુર એસટી ડેપોમાં આવી છોટાઉદેપુર એટીઆઈ ગિરીશભાઈ ડાભી અને અબ્દુલભાઈને સુપ્રત કર્યું હતું. તેમાંથી ફોન નંબર નીકળતા તેમના સગાને ફોનથી જાણ કરી કે નીરુ બેનનું પાકીટ બસમાં રહી ગયું છે. અને તે છોટાઉદેપુર એસટી ડેપો ખાતે આવી લઈ જાય તો આજ રોજ નીરૂબેન તડવી પોતે આવીને પોતાના પાકીટ ઓળખી બતાવી રોકડ રૂપિયા ગણીને અને મોબાઈલ અને ડોક્યુમેન્ટ ચકાસણી કરીને પરત મેળવી આણંદની લાગણી અનુભવી હતી. અને કંડકટર શેખ સોહિલભાઈ નો આભાર માન્યો હતો.
