જામનગર મહાનગરપાલિકા દ્વારા રણમલ તળાવના પાછલા તળાવ તરીકે ઓળખાતા તળાવને નવું રૂપ આપવા રૂ.30 કરોડના ખર્ચે વિકાસ કરાશે. આ કામગીરી શરૂ થતાની સાથે સતત વિવાદનો વડલો બની રહી છે. તંત્ર વિકાસના નામે આ તળાવનો વિનાશ કરતું હોવાના કોંગ્રેસ દ્વારા આરોપો લગાવાઈ રહ્યા છે.

ત્યારે કરી આજે વરસાદમાં માટીનો પાળો ધોવાઈ જતા કોંગ્રેસ દ્વારા ગેરરીતિના આરોપ સાથેઆકરો વિરોધ કરાયો હતો. ‘પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખાના અધિકારી રાજીનામું આપે, તળાવની માટીમાં કાળા હાથ કોના જેના અનેક સુત્રો ના પ્લે કાર્ડ સાથે કૉંગ્રેસના આગેવાનો કાર્યકરીએ વિરોધ કર્યો હતો. જામનગરના પાછલા તળાવને 20 ફુટ જેટલું બુરી દેવાયાના આરોપ ઉપરાંત હવે વરસાદમાં માટી ધોવાઈ જતા કામમાં ગેરરીતિની કોંગ્રેસ દ્વારા રાવ ઉઠાવાઈ રહી છે. ભ્રષ્ટાચાર અંગે તપાસ કરવા માંગણી કરવામાં આવી છે.
આ અંગે અગાઉ રજૂઆત તેને આવેદનપત્ર અપાયા બાદ આજે ફરી શહેર કૉંગ્રેસ પ્રમુખ દિગુભાની આગેવાની હેઠળ કૉંગ્રેસે મહાનગપાલિકાના પટાંગણમાં સુત્રોચાર અને બેનરો પ્રસિદ્ધ કરી વિરોધ કર્યો હતો. પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખાના અધિકારીની ચેમ્બરમાં રજૂઆત થઈ ગયા હતા. જોકે આ દરમિયાન અધિકારી હાજર ન હોવાથી કોંગ્રેસના કાર્યકરો રજૂઆત અને પ્લે કાર્ડના અધિકારોની ટેબલ પર થપ્પા કરી કોંગ્રેસે રોષ વ્યક્ત કર્યો હતો.

મહત્વનું છે કે, લાખોટા તળાવના ભાગ-2,3 માં 2 કિલોમીટરના સાયકલીંગ ટ્રેક અને વોકિંગ ટ્રેક સહિતના 30 કરોડના વિકાસ પ્રોજેક્ટ માટે મહાનગરપાલિકાએ તળાવ ઊંડું ઉતારવા સાથે 10 ફૂટ ઉંચુ અને 20 ફુટ પહોળી 2 કિલોમીટરની ત્રીજીયાની પાળ બનાવવાની કામગીરી કરવાની વિવાદમાં આવી હતી. ત્યારબાદ થી અવારનવાર વિરોધ થઈ રહ્યો છે.