Gujarat

કોવિશિલ્ડઆડઅસરનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, તપાસ માટે પેનલ બનાવવાની માંગ

કૉવિશીલ્ડવેક્સિનના સલામતી પાસાઓનો વિવાદ હવે સુપ્રીમકૉર્ટમાં પહોંચ્યો છે. વિશાલ તિવારી નામના વકીલ દ્વારા કોવિશિલ્ડવેક્સીનને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. તેમની અરજીમાં, તેમણે કોવિશિલ્ડરસીનીઆડઅસરો અને જોખમોની તપાસ માટે ભૂતપૂર્વ ડિરેક્ટરની અધ્યક્ષતામાં તબીબી નિષ્ણાત પેનલની રચના કરવાની માગ કરી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ બધું સુપ્રીમકોર્ટના નિવૃત્ત જજનીદેખરેખમાં થવું જોઈએ.

વકીલ વિશાલ તિવારીએ દાખલ કરેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, “ભારતમાં કૉવિશીલ્ડના૧૭૫ કરોડથી વધુ ડૉઝ આપવામાં આવ્યા છે. કૉવિડ-૧૯ પછી હાર્ટ એટેક અને અચાનક બેહોશ થવાના કેસોમાંમૃત્યુમાં વધારો થયો છે અને ઘણા કેસ છે. કૉવિશીલ્ડનાડેવલપર દ્વારા યૂકેકૉર્ટમાં હાર્ટ એટેકની જાણ કરવામાં આવી છે, જેનાથી અમને કૉવિશીલ્ડરસીનાજોખમો અને ખતરનાક પરિણામો વિશે વિચારવાની ફરજ પાડવામાં આવે છે, જે મોટી સંખ્યામાં નાગરિકોને આપવામાં આવી છે.”

પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે વેક્સીનડેવલપરએસ્ટ્રાઝેનેકાએ કહ્યું છે કે કૉવિડ-૧૯ સામેની તેની છઢડ્ઢ૧૨૨૨ રસી પ્લેટલેટની સંખ્યા ઓછી અને દુર્લભ કિસ્સાઓમાં લોહીનાગંઠાવાનું કારણ બની શકે છે. આ રસી ભારતમાં કૉવિશીલ્ડ તરીકે લાયસન્સ હેઠળ બનાવવામાં આવી હતી.

ફાર્મા કંપનીએ બુધવારે સ્વીકાર્યું હતું કે તેમની કોવિશિલ્ડ રસી ઘણા દુર્લભ કિસ્સાઓમાં લોહીના ગંઠાઈ જવા અને પ્લેટલેટની ઓછી સંખ્યાનું કારણ બની શકે છે. આ સાથે તેમણે દર્દીઓની સુરક્ષાને લઈને તેમની પ્રતિબદ્ધતાનો ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો હતો. જણાવી દઈએ કે ભારતમાં કોવિશિલ્ડ નામની સીરમઈન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવેલી રસી એસ્ટ્રાઝેનેકાની જ ફોમ્ર્યુલા છે.

કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે એપ્રિલ ૨૦૨૧માં જ તેમણે પ્રોડક્ટની માહિતીમાં કેટલાક કેસમાં ્‌્‌જીના ખતરાને સામેલ કર્યો હતો. ઘણા અભ્યાસોમાં તે સાબિત થયું છે કે કોરોનારોગચાળા દરમિયાન એસ્ટ્રાઝેનેકારસીની રજૂઆત પછીના પ્રથમ વર્ષમાં, તેણે લગભગ ૬૦ લાખ લોકોના જીવ બચાવ્યા છે.

AstraZeneca એ એક નિવેદન જારી કરીને કહ્યું કે, “અમારી સહાનુભૂતિ એવા લોકો સાથે છે કે જેમણે પ્રિયજનોને ગુમાવ્યા છે અથવા આરોગ્ય સમસ્યાઓની જાણ કરી છે. દર્દીની સલામતી અમારી ટોચનીપ્રાથમિકતા છે. રસીઓ સહિત તમામ દવાઓના સલામત ઉપયોગની ખાતરી કરવા માટે “નિયમનકારી અધિકારીઓ સ્પષ્ટ અને કડક છે.”