Gujarat

જૂન અને સપ્ટેમ્બર ૨૦૨૪ વચ્ચેમુંબઇના દરિયામાં ૨૨ દિવસ હાઈ ટાઈડ રહેશે

હવામાન વિભાગ દ્વારા ચોમાસાની ઋતુ માટે આગાહી કરતાં જણાવ્યું હતું કે, જૂનના પહેલા સપ્તાહમાંમુંબઈમાં ચોમાસું આવી શકે છે. એવામાં મ્સ્ઝ્ર ડિઝાસ્ટરમેનેજમેન્ટનું કહેવું છે કે મુંબઇમાં જૂન અને સપ્ટેમ્બર વચ્ચેના ચાર મહિનામાં દરિયામાં ૨૨ દિવસ હાઈ ટાઈડ રહેશે.સાથે જ એમ પણ આગાહી કરવામાં આવી છે કે આગામી ચોમાસાનીસિઝનમાંમુંબઈમાં૪.૮૪ મીટરથી ઉપરની ૨૨ દિવસ હાઈ ટાઈડ જોવા મળે તેવી શક્યતા છે. આ હાઈ ટાઈડ જૂન અને સપ્ટેમ્બર ૨૦૨૪ વચ્ચે થવાની ધારણા છે. સાથે જ આ કારણે મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પૂર પણ આવી શકે છે.

તેમજ ડિઝાસ્ટરમેનેજમેન્ટે જણાવ્યું હતું કે જૂનમાં ૭ દિવસ અને જુલાઈમાં૪ દિવસ દરિયામાં હાઈ ટાઈડ રહેશે. ઓગસ્ટમાં ૫ દિવસ અને સપ્ટેમ્બરમાં પણ ૫ દિવસ જ્યારે સપ્ટેમ્બરમાં ૬ દિવસ દરિયામાં હાઈ ટાઈડ રહેશે. ૨૦ સપ્ટેમ્બરેચોમાસાની સૌથી વધુ હાઇટાઇડ૪.૮૪ મીટર રહેશે. ચોમાસા દરમિયાન હાઈટાઈડ એ સૌથી મોટો પડકાર છે, કારણ કે હાઈટાઈડ દરમિયાન જો ભારે વરસાદ પડે તો પાણીનો નિકાલ થઈ શકતો નથી, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની શક્યતા રહે છે.