Gujarat

વરસાદમાં ઘટાડો, કોઈ અન્ય વર્ષની સરખામણીએ ખુબ જ ખતરનાક સ્તર સુધી ઓછો

ચોમાસું આગળ વધ્યું કે બંગાળની ખાડીનો પ્રવાહ થોડો નબળો : IMD™ના મહાનિદેશક

આકરી ગરમી, હિટવેવનો કહેર અને ઉકળાટના મિશ્રણે કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. હવામાન વિભાગ અને હવામાન વિશેષજ્ઞોનું માનીએ તો વરસાદમાં ઘટાડો કોઈ અન્ય વર્ષની સરખામણીએ ખુબ જ ખતરનાક સ્તર સુધી ઓછો છે. ચોમાસાની સુસ્ત પડેલી ગતિના કરાણે દેશમાં વરસાદ ઘટ્યો છે અને ચોમાસુ જ્યાં જૂનમાં જેટલું વરસવું જાેઈતું હતું તેના કરતા ખુબ ઓછું જાેવા મળી રહ્યું છે. એકલા જૂનમાં તે સરેરાશથી ૧૯ ટકા ઓછું રહ્યું છે.

આખરે એવું તે શું કારણ છે કે હવામાન વિભાગની વરસાદ અને હવામાન અંગેની આગાહી ખોટી પડી રહી છે. જે તથ્યો સામે આવી રહ્યા છે તે ચોંકાવનારા છે. આમ જાેઈએ તો ૧૨ જૂન બાદ ચોમાસું લાંબા સમય સુધી શાંત રહ્યું અને પછી ૨૦ જૂન બાદ જ આગળ વધવાનું શરૂ થયું. ઉત્તર પશ્ચિમ ભારત તરફ તે આમ પણ ખુબ જ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. આ મહિને વરસાદની કમી ૫૭ ટકા સુધી પહોંચી ગઈ છે. કુલ સબ ડિવિઝન્સમાંથી ૨૧માં દર મહિને થનારો વરસાદ સામાન્ય કરતા ઓછો છે.

મીડિયા રિપોર્ટ મુજબ દેશમાં ચોમાસાની એન્ટ્રી ૩૦મી મેના રોજ કેરળમાં થઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં ૧૨૬.૯ મિમી વરસાદ થવો જાેઈતો હતો પરંતુ ૧૦૩.૩ મિલી વરસાદ જ પડ્યો. જૂનને વિદાય થવામાં માત્ર ૫ દિવસ બાકી છે પરંતુ વરસાદ સામાન્ય કરતા ૧૯ ટકા ઓછો છે. એક મીડિયા રિપોર્ટમાં હવામાન ખાતાના મહાનિદેશક ડો. મૃત્યુંજય મહાપાત્રના ટાંકીને કહેવાયું છે કે હવામાનની સ્થિતિ વિકસિત થવાની સાથે જ હવામાન વિભાગ પૂર્વાનુમાનને સતત અપડેટ કરતું રહે છે.

એવું બની શકે કે અલગ અલગ જગ્યાએ વરસાદનું સ્તર અલગ અલગ હોય. અમે જૂનમાં દક્ષિણ પ્રાયદ્વિપ અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ અને ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્યથી થોડા ઓછા વરસાદની ભવિષ્યવાણી કરી હતી પરંતુ જેમ જેમ ચોમાસું આગળ વધ્યું કે અમને અહેસાસ થયો કે બંગાળની ખાડીનો પ્રવાહ થોડો નબળો હતો, જેનાથી પૂર્વી રાજ્યોમાં તેની પ્રગતિ પ્રભાવિત થઈ.

આથી અમે જલદી આગાહીને સંશોધિત કરી. આવું ત્યારે થાય છે જ્યારે ચોમાસાને મજબૂત કરવા માટે કેટલીક મૌસમી સિસ્ટમ બરાબર કામ કરતી નથી. ૈંસ્ડ્ઢએ અગાઉ આ મહિનામાં સમગ્ર ભારત માટે સામાન્ય વરસાદની આગાહી કરી હતી. પરંતુ ૧૮ જૂનના રોજ પોતાની પ્રારંભિક આગાહીને ફરીથી સંશોધિત કરવી પડી. આ અસર એટલી વધુ જાેવા મળી રહી છે કે તેને લોંગ ટર્મ (ર્ઙ્મહખ્ત-ॅીિર્ૈઙ્ઘ ટ્ઠદૃીટ્ઠિખ્તી- ન્ઁછ)ની રીતે ૯૨ ટકાથી ઓછી કરવામાં આવી છે.

આઈએમડીના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. ડીએસ પઈએ જણાવ્યું કે અમને આશા હતી કે ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ સામાન્યથી ઓછો પડશે પરંતુ આ તો તેનાથી પણ ઓછો પડ્યો. પૂર્વ ભાગથી ચોમાસાની પ્રગતિમાં થોડો વિલંબ થયો…આથી ઉત્તર પ્રદેશ, બિહાર, છત્તીસગઢના કેટલાક ભાગો સમયસર કવર થયા નહીં. તેઓ તેની પાછળ પૂર્વી વાયરાને કારણભૂત ગણે છે જે યોગ્ય રીતે ‘સ્થાપિત’ થઈ શક્યા નહીં. જેની અસર એ જાેવા મળી કે પ્રવાહનો કરંટ ઓછો થઈ ગયો. જૂનમાં વરસાદમાં ગડબડી થવા છતાં હવામાન વિભાગને જૂનથી સપ્ટેમ્બર સુધી સામાન્યથી વધુની પોતાની હવામાનની આગાહીઓ પર ભરોસો છે.

પઈ કહે છે કે ચોમાસું હવે વધુ સેટલ જાેવા મળી રહ્યું છે. વરસાદ સંલગ્ન ગતિવિધિઓમાં સારો એવો સુધારો જાેવા મળ્યો છે આથીસારા વરસાદની આશા છે. આ નવા પૂર્વાનુમાનને ગણીએ તો આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન જમ્મુ કાશ્મીરથી લઈને ઉત્તરાખંડની સાથે સાથે પંજાબ અને હરિયાણા સુધી મોટાભાગના ઉત્તરી રાજ્યોમાં ચોમાસું આગળ વધી શકે છે.

ગુજરાતની વાત કરીએ તો મંગળવારે પણ વરસાદ જાેવા મળ્યો. ૨૪ કલાકમાં રાજ્યના ૧૫૩ તાલુકામાં વરસાદ નોંધાયો. પંચમહાલ જિલ્લાના કાલોલમાં ૫ ઈંચ વરસાદ ખાબક્યો. જૂનાગઢના વિસાવદરમાં ૧૨ કલાકમાં ૧૦૯ મિમી વરસાદ પડ્યો. મંગળવારે ઉત્તર, મધ્ય ગુજરાત તથા ભાવનગર પંથકના વિવિધ વિસ્તારોમાં વરસાદ જાેવા મળ્યો. સ્ટેટઈમરજન્સી ઓપરેશન સેન્ટર (એસઈઓસી) મુજબ કચ્છ, રાજકોટ, દ્વારકા, નર્મદા, વલસાડમાં એનડીએફની ટીમો તૈનાત કરાઈ છે. કચ્છ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં આજે પણ હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. જાે કે આજે અત્યાર સુધીમાં તો નહીવત વરસાદ નોંધાયો છે.