Gujarat

અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નાના બાળ પૌત્રને શરીરે બચકા ભરી અને મૂઢ માર મારી ઇજાઓ પહોંચાડી હત્યા કરેલ તે ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપી (દાદી) નીઘરપકડ કરતી અમરેલી તાલુકા પોલીસ.ટીમ

અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નાના બાળ પૌત્રને શરીરે બચકા ભરી અને મૂઢ માર મારી ઇજાઓ પહોંચાડી હત્યા કરેલ તે ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપી (દાદી) નીઘરપકડ કરતી અમરેલી તાલુકા પોલીસ.ટીમ

ગઇ તા.૦૩/૦૯/૨૦૨૪ના રોજ ગામ-રાજસ્થળી તા.જી.અમરેલી મુકામે મરણજનાર બાળક અલીરજાક રફીકભાઇ સૈયદ ઉ.વ.૧ વર્ષ ૦૨ માસ નાઓને શરીરે ક્રુરતાપુર્વક ઇજાઓ પહોચાડી બાળકનુ મોત નિપજાવેલ હોવાની હકિકત આધારે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એ.ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૪૦૪૧૦/૨૦૨૪ ભારતીય ન્યાય સંહીતા ની કલમ- ૧૦૩(૧) મુજબનો ગુનો નોંધાયેલ સદર ગુનાની તપાસના કામે ઉપરોકત ગુનો શોધી કાઢવા સારૂ પોલીસ મહાનિરિક્ષક ગૌતમ પરમાર ભાવનગર વિભાગ, ભાવનગર અને અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ નાંઓ અમરેલી વિભાગ, અમરેલી નાઓની રાહબરી હેઠળ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર એમ.જે.બારોટ નાઓએ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ગ્રાઉન્ડ ઝીરો લેવલની કામગીરી હાથ ઘરવામાં આવેલ અને ટેકનીકલ અને હ્યુમન ઈન્ટેલીજન્સના અભીગમ સાથે ગુનો શોધવા સારૂ સતત પ્રયત્નો હાથ ઘરેલ અને યુક્તી પ્રયુક્તીથી શંકાસ્પદ ઇસમોની પુછપરછ કરવામાં આવેલ દરમ્યાન મરણજનાર બાળકની દાદી ફુલસનબેન વા/ઓ હુસેનભાઇ બચુભાઇ સૈયદ રહે રાજસ્થળી તા.જી.અમરેલી વાળાઓએ પોતાના પૌત્ર મરણજનાર અલીરજાક સ/ઓ રફીકભાઇ સૈયદ ઉ.વ.૧ વર્ષ ૦૨ માસ રહે રાજસ્થળી તા.જી.અમરેલી વાળાને ગઈ તા.૦૩/૦૪/૨૦૨૪ ના રોજ રાજસ્થળી ગામ ખાતે પોતાના જ ઘરમાં આશરે સાડા ચાર થી પાંચ વાગ્યાના સુમારે મરણજનાર બાળક અલીરજાકના જમણા ગાલ ઉપર તથા જમણી આંખથી ઉપર કપાળના ભાગે તથા હાથે તથા પગે બચકા ભરી તથા મોઢાના ભાગે તથા બન્ને જાંગના ભાગે તથા હાથના ભાગે લાપટ ઝાપટો તથા મુંઢ માર મારી મોત નિપજાવેલ જેથી સદર બાબતે ઉપરોક્ત કલમ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ છે અને ઉપરોક્ત ગુનાના કામે આરોપીબહેન કુલસનબેન વા/ઓ હુસેનભાઇ બચુભાઇ સૈયદ રહે.રાજસ્થળી તા.જી.અમરેલી નાઓની ગુનાના કામે ઘરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

*મરણજનાર(ભોગબનનાર)*

*અલીરજાક રફીકભાઇ સૈયદ ઉ.વ.૧ વર્ષ ૦૨ માસ રહે. રાજસ્થળી તા.જી.અમરેલી*

*પકડાયેલઆરોપી*

*આરોપીબહેન ફુલસનબેન વા/ઓ હુસેનભાઇ બચુભાઇ સૈયદ રહે. રાજસ્થળી તા.જી.અમરેલી*

*ગુનો શોધવા સારૂ બનાવેલ ટીમ તેમજ સફળ કામગીરી કરનાર અધિકારી/કર્મચારી ચીરાગકુમાર દેસાઇ,અમરેલી વિભાગ, અમરેલીમના માર્ગદર્શન હેઠળ*

*(૧) P.I.એમ.જે.બારોટ
(૨) P.S.I.એલ.કે.સોઢાતર
(૩) ASI ભાવેશભાઇ દામોદરભાઇ
(૪) HC મેહુલભાઇ વિનુભાઇ
(૫) HC ભવદીપભાઇ સુરેશભાઇ
(૬) PC કૌશીકભાઇ પ્રવિણભાઇ
(૭) PC વરજાંગભાઇ રામાઆતા
(૮) PC મયુરસિંહ ભાવસંગભાઇ
(૯) PC મનદીપસિંહ હેમુભાઇ
(૧૦) PC ફારૂકભાઇ ગુલાબભાઇ
(૧૧) PC દેવાયતભાઇ ભુરાભાઇ
(૧૨) PC લાલજીભાઇદીપસંગભાઇ
(૧૩) PC હેતલબેન ભગવાનભાઇ
(૧૪) PC શાંતુબેન વેલજીભાઇ
*અમરેલી તાલુકા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવી*

રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20240905-WA0031-0.jpg IMG-20240905-WA0030-1.jpg