નવજીવન સાયન્સ કોલેજ, દાહોદ ખાતે સ્વછતા હી સેવા અંતર્ગત કોલેજ કેમ્પસ સફાઈ કરાઈ
સ્વભાવ-સ્વછતા – સંસ્કાર-સ્વછતા
દાહોદ : શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ, ગોધરા સંલગ્ન દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલજ, દાહોદના એન. એસ.એસ. એકમના સ્વયંસેવકો દ્વારા ” સ્વછતા હી સેવા – ૨૦૨૪ ” અભિયાન અંતર્ગત ‘ સ્વભાવ-સ્વછતા – સંસ્કાર-સ્વછતા ‘ હેઠળ કોલેજ કેમ્પસની સફાઈ કરવામાં આવી હતી.
કોલેજ કેમ્પસમાંથી સિંગલ – યુઝ પ્લાસ્ટિક નિકાલનો કરી સ્વયંસેવકો દ્વારા કોલેજના અન્ય વિદ્યાર્થીઓને પણ કોલેજ કેમ્પસ સ્વચ્છ રાખવા અને સિંગલ – યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે વિશેષ ઝુંબેશ ચાલવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના કાર્યકરી આચાર્ય ડૉ. જી. જે. ખરાડીના માર્ગદર્શન હેઠળ એન. એસ. એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. શ્રેયસ પટેલ અને શ્રી. નીલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર :- ઝેની શેખ