Gujarat

શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ – સાહેલી દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમા ૪૫ બોટલ રક્ત એકત્ર થયું

શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ – સાહેલી દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમા ૪૫ બોટલ રક્ત એકત્ર થયું

સેવા સંસ્થા જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ – સાહેલી દ્વારા માન. નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ અને જાયન્ટસ સપ્તાહ ઉજવણી પ્રસંગે બાંભણીયા બ્લડ બેંક – ભાવનગર ના સહયોગ થી કષ્ટભંજન હનુમાનજી મંદિર સારંગપુર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું સુંદર આયોજન કરવામાં આવેલ.
જેમાં પૂનમ નિમિત્તે દર્શનાર્થે આવેલ ભક્તો દ્વારા શ્રી હનુમાનજી મંદિરના પટાંગણમાં રક્તદાન કરી અને પોતાની ભક્તિ અને શ્રદ્ધા બતાવેલ. સમગ્ર કેમ્પને અંતે ૪૫ બોટલ રક્ત એકત્ર કરવામાં આવેલ.
આ કેમ્પમાં જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ – સાહેલી ના પ્રમુખ હેમલતા બેન દેસાઈ , જાયન્ટસ ફેડરેશન ડિરેક્ટર સી.એલ.ભીકડીયા , ફેડરેશન ઓફિસર લાલજીભાઈ કળથીયા , સાહેલી ના પૂર્વ પ્રમુખ રેખા બેન ડુંગરાણી અને સુજાતા બેન શાહ , બેલાબેન રોજેસરા વગેરે ઉપસ્થિત રહેલા.

IMG-20240918-WA0055-1.jpg IMG-20240918-WA0056-0.jpg