Gujarat

ખંભાળિયામાં પર્યાવરણ દિવસ નિમિત્તે હાથ ધરાઈ સ્વચ્છતા ઝુંબેશ, ખંભાળિયાના જલારામ મંદિરે અંબા મનોરથના અલભ્ય દર્શન યોજાયા

પ્રોજેક્ટ સ્વચ્છ હાલાર અંતર્ગત તાજેતરમાં ફિનિશ સોસાયટી, સી.ટી.એસ. અને ખંભાળિયા નગરપાલિકાની ટીમના સંયુક્ત ઉપક્રમે ખંભાળિયામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્વચ્છતા કાર્યક્રમનું અયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી સુકો કચરો ઉપાડવામાં આવ્યો હતો. અહીં સફાઈ કામગીરી દરમિયાન 500 કિલો સુકો કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. સ્વચ્છતા અભિયાન અંતર્ગત નગરપાલિકાના સફાઈ કર્મચારી સ્વચ્છ ટીમ અને નગર સમુદાયના લોકોએ સાથે મળીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી.

આ સાથે ફિનિશ સોસાયટી દ્વારા અહીંના પોસ વિસ્તાર રામનાથ સોસાયટી મેઈન રોડ પર આવેલા વૃક્ષની સુરક્ષા અને સુંદરતા માટે ગેરુ અને ચુના દ્વારા આ વૃક્ષ પર રંગ-રોગાન પણ કરવામાં આવ્યું હતું.