Gujarat

ઈ.ડી.આઈ.આઈ અમદાવાદ અને એસબીઆઇ ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ ઉદ્યોગ સાહસિકોના ધંધાના વિકાસ માટેનો તાલીમ કાર્યક્રમ કઠલાલ ખાતે યોજાયો

ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન અમદાવાદ તથા સ્ટેટ બેન્ક ઇન્ડિયા ફાઉન્ડેશન મુંબઈના સહયોગથી દિવ્યાંગ ઉદ્યોગ સાહસિક દ્વારા ચલાવવામાં આવતા ધંધાને વૃદ્ધિ થાય તે હેતુથી ૧૨ દિવસના તાલીમ કાર્યક્રમનું આયોજન કરેલ છે.
આ તાલીમ કાર્યક્રમ કઠલાલ શેઠ એમ આર સ્કૂલ ખાતે યોજાશે.
આ તાલીમ કાર્યક્રમમાં કુલ 27 દિવ્યાંગ ઉદ્યોગ સાહસિકોએ તાલીમ મેળવી રહ્યા છે આ તાલીમ કાર્યક્રમમાં ધંધાના વિકાસ અને સરકારની અને બેંકની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી રહી છે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને અમલીકરણ શ્રી અમિત દ્રિવેદી પ્રોજેક્ટ ડાયરેક્ટ, પ્રોજેક્ટ મેનેજર હીમાંશુ મકવાણા ઇ.ડી.આઇ. આઈ ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું.