Gujarat

શહેરમાં વરસાદ બંધ થયાના 12 કલાક બાદ પણ નવ સ્થળોએ પાણીનો નિકાલ ન થયો

શહેરમાં મંગળવારે વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. સાંજે 5:00 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધી સતત વરસાદ પડ્યો હતો. કુલ 65 જગ્યાએ વરસાદી પાણી ભરાયા હોવાની ફરિયાદ મળી હતી, જેમાં 59 જગ્યાએ વરસાદી પાણીનો નિકાલ થયો છે પરંતુ, બુધવારે સાંજે 4.00 વાગ્યા સુધી 9 સ્થળોએથી પાણીનો નિકાલ થયો નહોતો.

મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા મુજબ 12 કલાક સુધી પણ કેટલાક સ્થળોએ પાણીનો નિકાલ થતો નથી. જેથી મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિ-મોન્સૂન કામગીરી અને ચોમાસામાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી હોવાના દાવા પોકળ સાબિત થયા છે. સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં ઉત્તર, પૂર્વ અને મધ્ય ઝોનમાં પાણી ભરાયા હતા.