Gujarat

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ૨૦ માં “વિનર શો”માં એક્સપેરિમેન્ટલ સ્કૂલની ઝળહળતી સિદ્ધિ

સ્કેટ કોલેજના પ્રાંગણમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન ભરતભાઈ શાહના નેતૃત્વ હેઠળ “શાહ ડે” ઉજવણી નિમિત્તે યોજાયેલ 20માં “વિનર શો”માં મુખ્ય મહેમાન તરીકે તારક મહેતા ફેમ પ્રસિદ્ધ ટી.વી. તથા ફિલ્મ કલાકાર અને નાટ્યકાર ડો. પદમેશ પંડિત ઉપસ્થિત રહ્યા હતા. આ વિનર શોમાં એક્સપેરિમેન્ટલ સ્કૂલના પ્રિન્સિપાલ કિશોરકુમાર જાનીના માર્ગદર્શન તેમજ વ્યાયામ શિક્ષક ગુલાબભાઈ પટેલ, બીપીનભાઇ ગામીત અને સૌ શિક્ષકોની ઉત્તમ જહેમતથી શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ, ગાંધી કપ, આંતર શાળેય સાંસ્કૃતિક સ્પર્ધા અને અન્ય ઘણી બધી પ્રવૃત્તિઓમાં સિદ્ધિઓ મેળવી અંડર ૧૭ અને અન્ડર ૧૯ ભાઈઓ, બહેનોની મોટી ૩ ટ્રોફીઓ અને અન્ય ૯ કપ હાંસલ કરીને ઝળહળતી સિદ્ધિ મેળવી શાળા અને સોસાયટીનું ગૌરવ વધારેલ છે. આ સફળતા મેળવી સન્માનિત પુરસ્કાર હાંસલ કરનારા સર્વે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન ભરતભાઈ શાહ, પ્રથમ ઉપાધ્યક્ષ આશિષભાઈ વકીલ, દ્વિતીય ઉપાધ્યક્ષ કે.આર. દેસાઈ, એકેડેમીક ચેરમેન અજીતભાઈ શાહ, એલ.એ.સી. ચેરમેન અમિતભાઈ ગજ્જર, પ્રિન્સિપાલ કિશોરકુમાર જાની, વાલી શિક્ષક મંડળના પ્રમુખ ચિંતનભાઈ મારફતિયા, સૌ પદાધિકારીઓ અને શાળા પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવી શુભકામનાઓ આપેલ છે.

IMG-20240131-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *