Gujarat

સમગ્ર ભારતમાં જુલાઈ મહિનાની ૧ તારીખથી ૭ તારીખ સુધી “વન ઉજવણી કરવામાં આવે છે

 આ મહોત્સવની ઉજવણીના મહોત્સવ”ની ભાગરૂપે ડિસ્ટ્રીકટ લીગલ સર્વિસીઝ ઓથોરીટી, છોટાઉદેપુરના ચેરમેન તથા ડિસ્ટ્રીકટ કોર્ટ, છોટાઉદેપુર ના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ એમ.જે.પરાશર સાહેબના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર તથા તેમાં આવેલા તમામ તાલુકાના જુદા-જુદા વિસ્તારમાં મોટી સંખ્યામાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરી પાંચ હજાર ઉપરાંત વૃક્ષો રોપવાનુ નક્કી કરવામાં આવેલુ છે.
“વન મહોત્સવ”ની ઉજવણી નો આરંભ ભારતના તત્કાલીન કૃષિ મંત્રી ડૉ. કનૈયાલાલ માણેકલાલા મુન્શી દ્વારા વર્ષ ૧૯૫૦ માં કરવામાં આવેલો હતો. જુલાઈ મહિનામાં વર્ષા ઋતુની શરૂઆત થતી હોય, આ સમયને વૃક્ષારોપણ માટે ઉત્તમ માનવામાં આવતો હોય “વન મહોત્સવ” ની ઉજવણી કરવામાં આવે છે. પર્યાવરણના સંરક્ષણ અને સં તુલન ઉપરાંત લોકોમાં વૃક્ષારોપણ બાબતે જાગૃતા લાવવા માટે “વન મહોત્સવ” ની ઉજવણી ખુબ જ અગત્યની છે. હાલમાં વધી રહેલા પ્રદુષણ અને ગરમીના પ્રમાણને નિયંત્રિત કરવા તથા પર્યાવરણના સંતુલન જાળવી રાખવા માટે તમામ નાગરિકો જાગૃતિ બતાવી વધુમાં વધુ સંખ્યામા વૃક્ષારોપણ કરે તેવા આશયથી આ મહોત્સવ ઉજવવામાં આવી રહી છે.
ડિસ્ટ્રીકટ કોર્ટ, છોટાઉદેપુર ખાતે કાર્યરત ડિસ્ટ્રીકટ લીગલ સર્વિસીઝ ઓથોરીટીના નેતૃત્વ હેઠળ પેરા લીગલ વોલ્યુન્ટીયર્સ, સામાજીક તથા શૈક્ષણિક સંસ્થાઓ તથા છોટાઉદેપુરના પર્યાવરણ પ્રેમીઓ દ્વારા “વન મહોત્સવ” ની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણનો આરંભ કરવામાં આવેલો છે. આમાં ડિસ્ટ્રીકટ લીગલ સર્વિસીઝ ઓથોરીટી, છોટાઉદેપુરના પેરા લીગલ વોલ્યુન્ટીયર્સ પૈકી વસેડી ખાતે ઈર્શાદભાઈ ખાલપાએ, બાંડભીત ખાતે શોર્મિલાબેન રાઠવા, વચલીભીત ખાતે ફુલીબેન સંજયભાઈ નાયકા, પાદરવાટ ખાતે વિજયભાઈ રાઠવાની આગેવાનીમાં મોટા પાયે વૃક્ષારોપણ હાથ ધરીને અત્યાર સુધીમાં રપ૦૦ જેટલા વૃક્ષો વાવેલા છે. તદુપરાંત, ” નિમિતે આવનાર દિવસોમાં પણ વધુમાં વધુ સંખ્યામાં વૃક્ષારોપણ કરવાનુ આયોજન કરવામાં આવેલ છે.