Gujarat

ગુજરાતના પૂર્વ IAS ઓફિસર પુડુચેરીના LG બન્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, તેંલગણા, ઝારખંડ સહિત અને રાજ્યમાં રાજ્યપાલની નિમણૂક કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, તેંલગણા, ઝારખંડ સહિત અને રાજ્યમાં રાજ્યપાલની નિમણૂક કરી છે. જ્યારે પુડુચેરીના ઉપરાજ્યપાલની નિયુક્તિ કરી છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા બહાર પાડવામાં આવેલી વિજ્ઞપ્તિ મુજબ રાષટ્રપતિએ પંજાબના રાજ્યપાલ અને ચંડીગઢના પ્રશાસક બનવારી લાલ પુરોહિતનું રાજીનામું સ્વીકારી લીધુ છે.

તેમની જગ્યાએ ગુલાબચંદ કટારિયાની નિમણૂક રાઈ છે જે હાલ અસમના રાજ્યપાલ છે. જ્યારે ગુજરાતના પૂર્વ આઈએએસ ઓફિસર કે કૈલાશનાથનને પુડુચેરીના ન્ય્ બનાવવામાં આવ્યા છે. ગુજરાતના પૂર્વ પ્રભારી ઓ પી માથુરને સિક્કિમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. રાજસ્થાનના ભાજપના ટોચના નેતા અને આસામના ગવર્નર ગુલાબચંદ કટારીયાને પંજાબનો હવાલો સોપાયો અને સાથે ચંડીગઢના એડમિનિસ્ટ્રેટર બનાવાયા છે.

ઝારખંડના ગવર્નર સી. પી.રાધાકૃષ્ણ મહારાષ્ટ્રના નવા ગવર્નર બન્યા છે. સિક્કિમના ગવર્નર લક્ષ્મણ પ્રસાદ આચાર્યની આસામના ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે. મણીપુરનો વધારાનો હવાલો પણ સોપવામાં આવ્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારને ઝારખંડના ગવર્નરનો હવાલો સોપાયો છે. ગુજરાત અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલના નામો પર સસ્પેન્સ યથાવત છે.