Gujarat

પરબધામ ખાતે અષાઢી મહોત્સવ અંગે પૂ.કરસનદાસ બાપુ સાથે ચર્ચા કરતા પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા

પરબધામ ખાતે અષાઢી મહોત્સવ અંગે પૂ.કરસનદાસ બાપુ સાથે ચર્ચા કરતા પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા

આજ તા.૧-૭-૨૦૨૪ ના રોજ વિસાવદર – ભેસાણના પૂર્વ ધારાસભ્ય શ્રીહર્ષદભાઈ રીબડીયા પ્રતિનિધિ મંડળ સાથે પરબધામ દર્શનાર્થે આવેલ. પરબધામના ગાદીપતિ પૂ.કરસનદાસબાપુ એ સૌને શબ્દોથી આવકારેલ.બાદ પૂ. બાપુએ બેઠક સત્સંગ હોલમાં બેસી આશીર્વચનો પાઠવેલ. તે દરમિયાન એકાએક મેઘરાજાનું આગમન થતાં ચોતરફ પાણી-પાણી જોવા મળેલ. સતત વરસાદને કારણે નદીઓમાં નવા નિર આવવાનું શરૂ થયું.
ત્યારબાદ પૂ.બાપુએ પૂર્વ ધારાસભ્ય શ્રીહર્ષદભાઈ રીબડીયાને જણાવેલ કે મેળા દરમિયાન દર વર્ષની માફક આ વર્ષે પણ તમારો સેવાયજ્ઞ જેવો કે ‘પૂર્વ ધારાસભ્ય ઈમરજન્સી સારવાર કેન્દ્ર સ્ટોલ’ ચાલુ રાખશો. જે મેળો માણવા આવતા લોકો માટે ઉપયોગી સેવા કેન્દ્ર છે. બીજું મેળામાં વ્યવસ્થાના ભાગરૂપે ચાલતી પૂર્વ તૈયારીઓની આછી રૂપરેખા આપેલ.
માંગલ્ય દર્શન વેળાએ ઉપસ્થિત સાથી મિત્રો વજુભાઈ મોવલીયા (ચેરમેન માર્કેટિંગ યાર્ડ ભેસાણ), વરિષ્ઠ રાજકીય અગ્રણી નટુભાઈ પોંકિયા, વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશી (વિસાવદર), ઉમેશભાઈ બાંભરોલીયા (પૂર્વ સરપંચ ચણાકા), જયદિપભાઇ શીલુ (તા.પં.ઉપપ્રમુખ ભેસાણ), રતિભાઈ ઉસદડ (તા.પં.સદસ્ય ભેસાણ), દાસભાઈ વિરડીયા, રોહિતભાઈ માળવિયા અને દિવ્યેશભાઈ હિરપરા એ પૂ.બાપુના આશીર્વાદ મેળવેલ.

સી.વી.જોશી વિસાવદર

IMG-20240701-WA0075-4.jpg IMG-20240701-WA0072-3.jpg IMG-20240701-WA0073-2.jpg IMG-20240701-WA0074-1.jpg IMG-20240701-WA0076-0.jpg