Gujarat

ઓનલાઇન ગેમિંગ-સટ્ટા પર સરકાર પ્રતિબંધ મૂકે દીકરીઓની સલામતીની જવાબદારી પોલીસ લે

મોરબી જિલ્લામાં છેલ્લા 10 વર્ષમાં પાટીદાર યુવાનોએ વ્યાજના વિષચક્રમાં ફસાઇને 5,000 કરોડ ગુમાવી દીધા છે આથી હવે પાટીદારો આવા વ્યાજખોરોની ચુંગાલમાં ન ફસાય, પોતાની કિંમતી જમીન લહાણી ન કરી દે તે માટે સંગઠન વધુ મજબુત બનીને ઉભરશે અને એકતા દાખવી આ ગામી 12 મહિનામાં વિવિધ સમસ્યાની નાગચૂડમાં ફસાયેલા મોરબીને ચોખ્ખું ચાંદી જેવું બનાવી દેશે.

આ રણટંકાર મોરબીના શનાળા ખાતે યોજવામાં આવેલી પાટીદાર યુવા સંઘની બીજી બેઠકમાં અસંખ્ય યુવા પાટીદારોની હાજરીમાં આગેવાન મનોજ પનારાએ કર્યો હતો.

નોંધનીય છે કે થોડા સમય પહેલાં હથિયારોન લાયસન્સની માગણી કરતી 200 જેટલી અરજી કલેક્ટરને કરી સમગ્ર તંત્રને દોડતું કરનારા આગેવાને વધુમાં ઉમેર્યું હતું કે યુવાનોને અવળે રવાડે ચડાવતી ઓનલાઇન ગેમિંગ એપ પર સરકાર પ્રતિબંધ લાદે, પટેલ કન્યા છાત્રાલય અને કોલેજ આસપાસ દીકરીઓની સલામતી માટે પોલીસ પેટ્રોલિંગ કરે તેવી અમારી માગણી છે.

મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી વ્યાજખોરો અને જમીન માફિયાઓનો ત્રાસ વધ્યો છે.