અમદાવાદથી રંગસાગર પરફોર્મિંગ આર્ટ્સના વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રિય મંચ પર ભારતને રિપ્રેઝન્ટ કર્યું. આ દરમિયાન તેઓ એ ગુજરાતી વીરાસત ગરબાને આતંરાષ્ટ્રીય મંચ પર રજૂ કર્યો હતુ. જેમાં જીલે એનો ગરબોપઘુમે તેનો ગરબો સાથે જબરદસ્ત પરફોર્મ કર્યું હતુ. ગુજરાતી ગરબાની સમગ્ર વિશ્વમાં ઓળખ છે અન્ય દેશના લોકો પણ ગરબાનું ના સાભંળતા જ તાળીઓ પાડી ગોડ ગોડ ઘુમવા લાગે છે.
ત્યારે ગુજરાતી વિદ્યાર્થીઓએ થાઈલેન્ડની ધરતી પર ગુજરાતી ગરબા સાથે પરફોર્મ કરી રંગ જમાવ્યો હતો. આ સાથે થાઈલેન્ડની ધરતી પર ગરબા પરફોર્મન્સ બાદ ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા ગીત વાગ્યું હતુ. અમદાવાદ શહેરની ૧૫ વિદ્યાર્થીનીઓએ ગુજરાતના ગરબાને થાઈલેન્ડમાં જઈ પ્રસ્તુત કર્યુ હતુ.
થાઈલેન્ડમાં આ દરમિયાન યૂથ ફેસ્ટિવલ યોજાયો હતે જેમાં ગુજરાતી ગરબો રજૂ કરવામાં આવ્યો હતો. જેનું પ્રતિનિધિત્વ અર્પિતા ત્રિવદીએ કર્યું. ૩૧ માર્ચથી ૨ એપ્રિલ દરમિયાન કલાકારો થાઇલેંડ પ્રવાસે ગયા અને ગુજરાતના વિવિધ કલ્ચરલ કાર્યક્રમો પ્રસ્તુત કરી થાઇલેંડવાસીઓના મન મોહી લીધા હતા. મોટાભાગે સ્કૂલ કોલેજાેમાં સ્ટડી રિલેટેડ સ્ટુડન્ટસ એક્સચેંન્જ પ્રોગ્રામ થતા હોય છે. પરંતુ દેશના અલગ-અલગ રાજ્યોનું કલ્ચર થાઈલેન્ડ જેવા દેશમાં રજૂ કરવું ગ્રુપ માટે લ્હાવો મળ્યો હતો.

