Gujarat

જોડિયા તાલુકાના હડીયાણા ગામે BLO દ્વારા મતદારો સુધી  ડોર ટુ ડોર સ્લીપ નું વિતરણ કરાયું

લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 નું આગામી તારીખ 7 મે 2024 ના રોજ મતદાન થવાનું છે.ત્યારે 77 જામનગર ગ્રામ્ય મત વિસ્તારના જોડિયા તાલુકાના હડીયાણા ગામ ખાતે બી.એલ.ઓ. દ્વારા મતદાર કાપલીનું વિતરણ કરી સાથે સાથે ડોર ટુ ડોર સંપર્ક કરી મતદાન જાગૃતિ અંગેની કામગીરી કરવામાં આવી રહી છે
            લોકસભા સામાન્ય ચૂંટણીમાં હડીયાણા ગામમાં મતદાન અંગે જાગૃતિ વધે તેવા હેતુથી મતદાન કાપલીનું વિતરણ ચાલી રહ્યું છે. ઉપરાંત લોકશાહીના આ મહાપર્વ અંગે લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. હડીયાણા ગામ ખાતે ગામના બી.એલ.ઓ. અરવિંદ મકવાણા, હિતેશભાઈ નકુમ, ચેતનભાઇ પરમાર તથા પ્રવીણભાઈ વારોતરીયા દ્વારા મતદાર કાપલીનું વિતરણ કરી, મતદાન અંગે જાગૃતતા ફેલાવવામાં આવી રહી છે.
ઉપરાંત વધુમાં વધુ લોકો મતદાન કરે એવી અપીલ કરવામાં આવી રહી છે. કાપલી વિતરણની કામગીરીમાં હડીયાણાની આંગણવાડીના બહેનોનો પણ સાથ અને સહકાર મળી રહ્યો છે