Gujarat

યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા સંચાલિત હરિબા મહિલા કોલેજ ચલાલાનું B.COM નું ૧૦૦% પરિણામ

યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા સંચાલિત હરિબા મહિલા કોલેજનું B.com સેમેસ્ટર ૧ માં ૧૦૦% પરિણામ આવ્યું. જેમાં પ્રથમ ઠુમ્મર કેશવા, દ્વિતીય ગોંડલિયા ખુશી, તૃતીય ઠેસિયા જેન્સી તેમજ બધી વિદ્યાર્થીનીઓ ડિસ્ટિન્ક્શન અને ફર્સ્ટ ક્લાસ પરિણામ મેળવીને ગાયત્રી પરિવાર તેમજ સમગ્ર વિસ્તારનું ગૌરવ વધાર્યું છે.આ વિદ્યાર્થીનીઓને પૂ.શ્રી.ડો. રતિદાદાએ આશીર્વાદ પાઠવ્યા હતા તેમજ ડાયરેક્ટર શ્રી ભારત ભૂષણ મહેશભાઈ મહેતા અને આચાર્ય શ્રી શીતલબેન મહેતા તેમજ સમગ્ર સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા. તેમજ વર્ષ ૨૦૨૪ માં દીકરીઓ માટે B.A., B.COM, B.C.A. અને B.P.E.S. માં એડમીશન કાર્ય શરુ છે. તો આજે જ હરિબા મહિલા કોલેજ, ધારી રોડ- ચલાલા મો. ૯૪૨૭૭૪૩૮૧૭, ૯૪૨૯૮૩૮૦૧૭, ૯૫૮૬૯૦૫૬૧૩ નો સંપર્ક કરવા જણાવાયુ છે.