Gujarat

બર્ડ હીટ થતાં હૈદરાબાદ ફ્લાઇટ એક કલાક મોડી, 120 યાત્રીના જીવ તાળવે

એર ઇન્ડિયા એક્સપ્રેસની હૈદરાબાદ જતી ફ્લાઈટ સાથે સુરતમાં બર્ડ હીટ થતાં ફ્લાઈટ એક કલાક મોડી ટેકઓફ થઈ હતી. આ ઘટનાને પગલે 120 પેસેન્જરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બર્ડ હીટ રોકવા માટે વાર્ષિક રૂ. 50 લાખના ફટાકડા અને ગેસ ગન ફોડવા સહિતના ધૂમાડો કરવામાં આવી રહ્યો છે છતાં એરપોર્ટ પર બર્ડ હીટ થવાની ઘટના યથાવત જ રહેવા પામી છે. રવિવારે મોડી સાંજે એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત હૈદરાબાદ ફ્લાઇટ સાથે બર્ડ હીટ થયું હતું, જેને કારણે ફ્લાઇટ એક કલાક મોડી પડી હતી.

આ મામલે એરપોર્ટના અધિકારી સૂત્રો કહે છે કે, ગત 9 જૂને મોડી સાંજે 7 કલાકે એર ઈન્ડિયા એક્સપ્રેસની જ સુરત-હૈદરાબાદ ફ્લાઇટ સાથે બર્ડ હીટ થયું હતું, જેને કારણે ફ્લાઇટ 8ઃ10 કલાકે ટેકઓફ થઈ શકી હતી.

શારજાહ ફ્લાઈટ 8.30 કલાક મોડી આવી

એર ઈન્ડિયા એક્સપ્રેસની શારજાહ-સુરત ઈન્ટરનેશનલ ફ્લાઇટ 9 જૂનને રવિવારે 8ઃ30 કલાક મોડી પડી હતી. આ ફ્લાઈટ રાતે 10ઃ30 કલાકે સુરત લેન્ડ થવાની હતી, જે 10 જૂનને સોમવારે સવારે 6ઃ00 કલાકે સુરત લેન્ડ થઈ શકી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત મે મહિનાની 27 તારીખે ઇન્ડિગોની સુરત-બેંગ્લોરની ફ્લાઇટની સાથે બર્ડ હીટ થયું હતું.