International

અમેરિકાએ પહેલીવાર રજૂ કર્યો, દાવો- ઇઝરાયલ પહેલેથી જ સહમત છે, હમાસ પણ વાતચીત માટે તૈયાર

ઇઝરાયલ અને હમાસ વચ્ચે 8 મહિનાથી ચાલેલા યુદ્ધ વચ્ચે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં સીઝફાયરનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ અમેરિકાએ રજૂ કર્યો હતો. સોમવારે યોજાયેલા મતદાનમાં, 15માંથી 14 દેશોએ તેની તરફેણમાં મતદાન કર્યું, જ્યારે વીટો પાવર ધરાવતું રશિયા આ પ્રસ્તાવથી દૂર રહ્યું હતું.

પહેલીવાર અમેરિકા દ્વારા રજૂ કરાયેલ સીઝફાયર પ્રસ્તાવમાં 3 તબક્કામાં યુદ્ધ સમાપ્ત કરવાની વાત કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં 6 સપ્તાહનો સીઝફાયર રહેશે. આ સમયગાળા દરમિયાન, હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા કેટલાક ઇઝરાયલ અને ઇઝરાયલમાં કેદ પેલેસ્ટિનિયનોને છોડવાની વાત કરવામાં આવી છે.

આ પછી, બીજા તબક્કામાં યુદ્ધ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે અને બાકીના બંધકોને મુક્ત કરવામાં આવશે. છેલ્લા તબક્કામાં ગાઝા પટ્ટીને ફરીથી વસાવવાનો ઉલ્લેખ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ગયા મહિને આ પ્રસ્તાવની જાહેરાત કરી હતી. અમેરિકાના મતે ઇઝરાયલ આ પ્રસ્તાવને પહેલા જ સ્વીકારી ચુક્યું છે.

ગાઝામાં યુદ્ધવિરામના પ્રસ્તાવ પર 14 દેશો સહમત થયા હતા, જ્યારે રશિયા મતદાનથી દૂર રહ્યું હતું.