અમદાવાદમાં નબીરાઓનો વીડિયો વાયરલ થયો છે. નારોલ બ્રિજ પર ગાડીઓ રોકી નબીરાઓ છાટકા બન્યા હતા. યુવકોએ બ્રિજ પર કાર રોકીને ડાન્સ પણ કર્યો હતો. યુવકોની આ હરકત અકસ્માત કરાવી શકે છે. બ્રિજ પર ગાડી રોકતા અન્ય ગાડીઓ અથડાઈ શકે છે. નબીરાઓ બ્રિજ પર ડાંસ કરતા નજરે પડ્યા હતા. નબીરાઓએ જમાલ કુડુ ગીત પર છાટકા થઈને ડાન્સ કર્યો હતો.પોલીસે નબીરાઓને કાયદાનું ભાન કરાવું જરૂરી છે. હવે નબીરાઓ બેફામ બની રહ્યાં છે.

