Gujarat

 ગીર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા તાલુકા ના આલિદ્રા ગામ માં પુત્રીઓએ નિભાવ્યો પુત્ર ધર્મ , ચાર દિકરીઓ એ માતા ને કાંધ આપી અગ્નિ સંસ્કાર કર્યા..

         સામાન્ય રીતે હિન્દુ ધર્મમાં મહિલા સ્મશાને જતી ના હોય પરંતુ અહીંયા માતા ને અંતિમસંસ્કાર માટે ભાઈ ના હોવાને કારણે  આ ચારેય દિકરીઓ એ ધર્મ ની આંટીઘૂંટી તોડી સ્મશાન પહોંચીને  પોતાની માતા ને અગ્નિ સંસ્કાર આપ્યા હતા.
 ગીર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા તાલુકા ના આલીદ્રા ગામ માં આજે ખૂબ જ ભાવુક અને કરુણ દ્રશ્ય સર્જાયા હતા. જયાં માતા નું અવસાન થતાં ચાર દીકરી ઓએ પોતાની માતા ને કાંધ આપી પુત્રીઓ એ પુત્ર ધર્મ બજાવ્યો હતો એટલું જ નહિ  સ્મશાન પણ પહોંચી માતાના અગ્નિ સંસ્કાર પણ કર્યા હતા.
    અલિદ્રા ગામ ના વતની સ્વ. બચુભાઈ સિદી ભાઈ બારડ ની આ ચારેય દીકરીઓએ પિતા નો પ્રેમ અને ભાઈ નો ભાવ અનુભવવાનો અવસર દુર્ભાગ્યે મળ્યો  નથી. આ ચારે દીકરી હાલ પરણિત છે અને પોતપોતાના સાસરે છે.
    માતા પૂતિબેન નું ટૂંકી બીમારીમાં અવસાન થતાં  આ દીકરીઓ એ કહ્યું કે અમારે ભાઈ નથી અમારી માં ને અમારે કાંધ અને અગ્નિ સંસ્કાર આપવો એ અમારી ફરજ છે. સમાજ ના રિવાજો અને પરંપરાની બેડીઓ તોડી આ દીકરીઓએ પોતાની ફરજ નિભાવી હતી. દીકરીઓની આ પહેલની ગામ અને સમાજના લોકોએ પણ પ્રશંસા કરી હતી…
उठा लेती है घर की सारी जिम्मेदारी को
कौन कहेता है बेटियां बोझ होती है ।

IMG-20240201-WA0194-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *